અમદાવાદ શહેરમાં બે લાખ કોમર્શીયલ મિલ્કતોમાં પાણીના ગેરકાયદેસર જાેડાણ
મોટાભાગની હોટલોમાં અનઅધિકૃત પાણીનો વપરાશ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં પાણીના અપૂરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવાની સમસ્યા જાેવા મળે છે. જેના માટે મોટરીંગ, લીકેજીસ અને ગેરકાયદેસર જાેડાણોને જવાબદાર માનવામાં આવે છે.
મ્યુનિ.ઈજનેર અધિકારીઓ મોટરીંગ બંધ કરાવી શકે તેમ નથી. સ્કાડા કાર્યરત હોવા છતાં પાણીનો બગાડ વધી રહ્યો છે. જ્યારે પાણીની તમામ સમસ્યાઓ માટે ગેરકાયદેસર જાેડાણ મહત્ત્વનું પરિબળ છે. શહેરમાં જેટલી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થાય છે. તેટલી જ સંખ્યામાં પરવાનગી વિના પાણીના જાેડાણ થઈ રહ્યાં છે.
જેના માટે વોર્ડ કક્ષાના અધિકારીઓ જવાબદાર છે. એક અંદાજ મુજબ સ્માર્ટ સીટીની માત્ર કોમર્શીયલ મિલ્કતોમાં જ બે લાખ જેટલાં પાણીનાં અનઅધિકૃત જાેડાણ છે. “નલ સે જલ” યોજના બાદ પણ આવા જાેડાણોની સંખ્યા ઓછી થતી નથી તે સૌથી મોટી કરૂણતા છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં અંદાજે ૨૨ લાખ મિલ્કતો છે. જેમાં ૧૬ લાખ રહેણાંક અને ૦૬ લાખ કોમર્શીયલ પ્રકારની મિલ્કતો છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં કોમર્શીયલ મિલ્કતોને પાણી માટે “પ્રો-રેરા જાેડાણ” આપવામાં આવે છે. મતલબ કે, પાણીના ચાર્જ અગાઉથી નક્કી કર્યા મુજબ વસૂલ કરી કનેક્શન અપાય છે.
તે સિવાય કોમર્શીયલ મિલ્કતોમાં જે પણ જાેડાણ હોય તેને ગેરકાયદેસર માનવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા દર વર્ષે અંદાજે ૦૬ લાખ કોમર્શીયલ મિલ્કતોની આકારણી કરવામાં આવે છે મતલબ કે, શહેરમાં ૦૬ લાખ વ્યાપારીક મિલ્કતો છે. જે પૈકી મોટાભાગની મિલ્કતો બહુમાળી ઈમારતોમાં છે. તેથી પાણીના જાેડાણ સમ્પમાં આપવામાં આવે છે.
આ તમામ ગણતરીને ધ્યાનમાં રાખવામાં આવે તો પણ ઓછામાં ઓછા ૩૩ ટકા મિલ્કતોમાં પાણીના જાેડાણ હોવા જાેઈએ. મતલબ કે, ૦૬ લાખ મિલ્કતોમાં પાણીના બે લાખ જાેડાણ હોવા જરૂરી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, મનપા દ્વારા “પ્રો-રેરા” મુજબ માત્ર ૩૩૮ કોમર્શીયલ મિલ્કતોને જ જાેડાણ આપવામાં આવ્યાં છે. આ ૩૩૮ જાેડાણ સિવાય કે તમામ કોમર્શીયલ મિલ્કતોના જાેડાણને ગેરકાયદેસર માનવામાં આવે છે. એક અંદાજ મુજબ કોમર્શીયલ મિલ્કતોમાં બે લાખ જેટલા અનઅધિકૃત જાેડાણ છે. જ્યારે શહેરની તમામ નાની-મોટી હોટેલો પૈકી મોટાભાગની હોટલોમાં પાણીના અનઅધિકૃત કનેક્શન છે. જેની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.
અમદાવાદ શહેરમાં કોમર્શીયલ મિલ્કતો જેવી જ પરિસ્થિતિ રહેણાંક મિલ્કતોમાં છે. તંત્રના ચોપડે ૧૬ લાખ રહેણાંક મિલ્કત છે. જેની સામે પાણીના જાેડાણની સંખ્યા માત્ર ૯૬૦૮૦૨ છે. મતલબ કે, કુલ મિલ્કતના ૬૦ ટકા કનેક્શન છે.
મ્યુનિ.કોર્પાેરેશનના પૂર્વ ઝોનમાં ૧૪૯૯૩૨, ઉત્તર ઝોનમાં ૧૮૫૫૭૬, ઉ.પ.ઝોનમાં ૧૧૨૯૦, દક્ષિણ ઝોનમાં ૧૬૮૫૯૭, પશ્ચિમ ઝોનમાં ૨૦૬૭૧૬, મધ્ય ઝોનમાં ૨૦૦૪૧૦ તથા દ.પ.ઝોનમાં ૩૮૩૫૧ રહેણાંક મિલ્કતોમાં પાણીના કાયદેસર જાેડાણ છે.
શહેરમાં પાણીના અનઅધિકૃત જાેડાણ તેમજ પાણીને લગતી અન્ય સમસ્યાઓ માટે ગેરકાયદેસર બાંધકામને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. એસ્ટેટ ખાતાની રહેમનજરે મંજૂરી વિના બાંધકામ થાય છે. જ્યારે ઈજનેર વિભાગની અમી દૃષ્ટિએ પાણી-ડ્રેનેજના ગેરકાયદે જાેડાણ થાય છે.
આ પ્રવૃત્તિ મોટાભાગે વોર્ડ કક્ષાએથી જ થાય છે. મ્યુનિ.કોર્પાેરેશનના મધ્ય અને દક્ષિણ ઝોનમાં અનઅધિકૃત જાેડાણોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારના જાેડાણને કાયદેસર માન્યતા આપવા માટે સરકારે “નલ સે જલ” યોજના જાહેર કરી છે. પરંતુ ખોટી પ્રવૃત્તિ કરનાર લોકોને કાયદેસર માનવામાં રસ નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે.