અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ તુટી પડયો
અમદાવાદ: અમદાવાદ શહેર જીલ્લામાં આજે સવારથી ભારે ઉકળાટ બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો અને થોડીવારમાં જ વરસાદ શરૂ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જાે કે ઓફિસ છુટવાના સમયે પવન અને વરસાદથી નોકરીયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
અમદાવાદ શહેર જીલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે બફારો જાેવા મળ્યો હતો જેને કારણે નાગરીકો પરેશાન થઇ ગયા હતાં આજે સવારથી જ બફારો રહ્યો હતો જાે કે સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા વાદળોથી છવાઇ ગયું હતું.અને ભારે પવન ફુંકાયો હતો ભારે પવન ફુંકાતા હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડી હતી
જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો ભારે પવનને કારણે માર્ગો ઉપરથી હોર્ડિંગ્સ ઉડી ગયા હતાં અને કેટલાક ધરોના બારીના કાચ પણ તુટી ગયા હતાં અને વૃક્ષો પણ ધરાશયી થયા હતાં.જાે કે ભારેપવન સાથે વરસાદ શરૂ થયો હતો અને જાેતજાેતામાં એક ઝાપટુ પડી ગયું હતું જેથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.જાે કે કેટલાક સ્થળોએ પાણી ભરાઇ જવાની ફરિયાદો મળી હતી ઓફિસ છુટવાના સમયે વરસાદ પડતાં નોકરીયાત વર્ગને મુશ્કેલી ઉભી થઇ હતી