અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધી
અમદાવાદ, કોરોના વાયરસ વકરતા અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્મેનટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર દરેક ઝોનમાં કોરોના દર્દીની વિગતોનો રિપોર્ટ તૈયાર થાય છે અને પછી જે તે સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ વધુ હોય અને જ્યાં સંક્રમણ ફેલાવાની શક્યતા વધારે હોય તેવી સોસાયટીને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે.
જે મુજબ મંગળવારે ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં કુલ ૨૧ સોસાયટી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. આ સાથે શહેરમાં કુલ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા ૮૬ ઉપર પહોંચી છે. નવી ૨૧ જગ્યાઓએ આજથી હેલ્થ ખાતાની ટીમો ઘરે-ઘરે ફરીને નાગરિકોના આરોગ્યની ચકાસણી કરશે તેમજ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેને પણ તાવ, ખાંસી હશે તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
મ્યુનિ હેલ્થ ખાતાના સૂત્રોએ સ્વીકાર્યું કે, શહેરમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસનું પ્રમાણ અત્યંત વઘારે અને ચોંકાવનારૂં હોઈ શકે છે. પરંતુ ઉપરથી મળેલી સૂચનાના કારણે નાગરિકોમાં ભય ન ફેલાય તે માટે પોઝિટિવ કેસ અને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા એકસાથે જાહેર કરવામાં આવતી નથી.
ડો. સોલંકીના જણાવ્યા અનુસાર શહેરમાં કોરોના સંક્રમણનો ફેલાવો ચિંતાજનક છે. મંગળવારે ૧૨૯૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, પરંતુ તેમાંથી મોટાભાગને હોસ્પિટલમાં દાખલ કરવા જેવી ગંભીર લક્ષણ જાેવા મળતા નથી. જેી તેમને ઘરે જ રહેવાની સૂચના સાથે ઘરે સારવાર આપવાના વ્યવસ્થા કરવામાં આવે છે. કોરોના દર્દીની સારવાર માટે વિવિધ વિસ્તારોમાં ૪૩ ખાનગી હોસ્પિટલો ડેઝિગ્નેટ કરવામાં આવી છે.
તેમાં પણ હાલ ૪૮ જ દર્દી સારવાર હેઠળ છે, જેમાં ૩૦ જનરલ વોર્ડમાં ૭ આઈસીયુમાં ૩ દર્દી જ વેન્ટિલેટર ઉપર છે અને બાકીના બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે.SSS