અમદાવાદ શહેરમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
અમદાવાદ, શહેર કોટડામાં પ્રેમિકાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ. આરોપીએ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી બ્લેકમેઇલ કરીને રૂ ૭.૨૦ લાખ પડાવ્યા. પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી ધર્મેન્દ્ર પટેલે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.
યુવતીએ લગ્નનું દબાણ કરતા આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો વાયરલ કરવાનું કહીને બ્લેકમેઇલ કરી રૂ. ૭.૨૦ લાખ પડાવ્યા. ઘટના એવી છે કે, આરોપી ધર્મેન્દ્ર પટેલ બે વર્ષ પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.
આ દરમિયાન આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો લઈ લીધા. યુવતીએ લગ્ન કરવા દબાણ કર્યું તો આરોપીએ લગ્ન નહિ કરવા યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી. રૂ ૭.૨૦ લાખ રૂપિયા પડાવ્યા. યુવતીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી.
યુવતી આર્યુવેદીક દવાઓનો ધંધો કરે છે. ૨ વર્ષ પહેલાં બાપુનગરમાં કોટક મહેન્દ્ર બેંકમાં KYC અપડેટ કરવા ગઈ હતી. ત્યારે બેંકમાં KYCનું કામ કરતા ધર્મેન્દ્ર પટેલના સંપર્કમાં આવી હતી. ધર્મેન્દ્રએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની જાણ બહાર બેન્કના ડોક્યુમેન્ટ મેળવીને ક્રેડિટ કાર્ડ લઈ લીધું અને પ્રેમના નામે યુવતી પાસેથી પૈસા પડાવતો હતો.
આ ઉપરાંત બેન્કમાંથી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂ ૭.૨૦ લાખ પડાવ્યા હતા. યુવતીને પ્રેમીની કરતૂતની જાણ થઈ. પ્રેમના બહાને દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને રૂપિયાની ઉઘરાણી કરી હતી. દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાના કેસમાં શહેર કોટડા પોલીસે આરોપીની ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવ્યુ. આરોપી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને અપરણિત છે.
આ આરોપીએ અન્ય કોઈ યુવતી સાથે આ કૃત્ય કર્યું છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જાેકે, હાલ આ મામલે પીઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવશે.SS1MS