અમદાવાદ શહેરમાં વધી રહેલી પ્રદુષણની માત્રા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં શરૂ થયેલી બેવડી ઋતુને કારણે મેલેરીયા-તાવ- ટાઈફોઈડના દર્દીઓનો આંકડો વધવાની સાથે પ્રદુષણના સ્તરમાં પણ વધારો થયો છે. જે દમ-શ્વાસના રોગો માટે હાનિકારક બની રહ્યો છે. સતાવાર માહિતી અનુસાર પીરાણામાં ૩ર૪ એક્યુઆઈેર તથા બોપલમાં ૩૧૧ એક્યુઆઈ પ્રદુષણનું સ્તર નોંધાયુ છે.
એક તરફ દિનપ્રતિદિન પ્રદુષણનું સ્તર વધી રહ્યુ છે ત્યારે પીરાણા ડમ્પીંગ સ્ટેશન પર શહેરનો લાખો ટન કચરો ઠાલવવામાં આવે છે. અને આ કચરામાં માત્ર સુકો-ભીનો કચરો હોતો નથી. પરંતુ પ્લાસ્ટીકના ટુકડા તથા અન્ય ભંગારની વસ્તુઓ પણ હોય છે. જેને સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પીરાણા ડમ્પ સાઈટ અને અન્ય ઠેકાણે બદલવાની માત્ર વાતો જ થાય છે. પરંતુ કોઈ નક્કર પગલાં લેયા નથી અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો શ્વાસ, દમ, હાફના રોગોથી પીડાઈ રહ્યા છે.
આ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ ઘોર નિંદ્રામાં જ છે. પ્રદુષણ ફેલાવાનું અન્ય એક કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત મનાઈ હોવા છતાં શહેરમાં ઠેર ઠેર સફાઈ કામદારો કચરાની લારીમાં કચરો સળગાવાતો હોવાને કારણે તેમાંથી નીકળતો ધુમાડો પણ ઝેરી હવા ફેલાવે છે.
દરેક વોર્ડમાં સેનેટરી ઈન્સ્પેક્ટરો, દરેક ઝોનમાં હેલ્થ અધિકારીઓ હોવા છતાં મ્યુનિસીપલ કોર્પોરેશનના આદેશનું ઉલ્લંઘન કરનારા સફાઈ કામદારો પર પર કેમ પગલાં લેવાતા નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં વધતી જતી વસ્તી તથા વધતા જતાં વિસ્તારને કારણે વાહનોની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થતો જાય છે. જેમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડ પણ પ્રદુષિત વાતાવરણનું કારણ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રદુષણ ડામવા તાત્કાલિક પગલાં નહીં ભરે અને શહેરમાં ઝેરી દવા ફેલાતી જશે તો પરિÂસ્થતિ દિલ્હી કરતા પણ ખરાબ થશે તેમ લોકોમાં ચર્ચાઈ રહયુ છે.ે