અમદાવાદ શહેરમાં સમી સાંજે બે ઈંચ વરસાદ
અમદાવાદઃ શહેરમાં મોડી રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જો કે બપોર બાદ શહેરના એસ.જી.હાઈવે, રાણીપ, બોપલ, વેજલપુર, સેટેલાઈટ, નરોડા, ઓઢવ અને કાલુપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
તેમાં પણ સમી સાંજે વરસાદનું જોર વધ્યું હતું અને ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે નીચાણ વાળા વિસ્તારો અને અન્ડરપાસમાં પાણી ભરાયા હતા. જેને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા.
તેમજ સાંજના સમયે પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ હાટકેશ્વર બેટમાં ફેરવાયું છે.
જ્યારે મણિનગર ગોરના કુવામાં, અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસેના જોગણી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે.
આ વરસાદને પગલે શહેરના બોડકદેવ અને થલતેજ સહિતના વિસ્તારમાં ૮ ઝાડ પડવાના બનાવ બન્યા છે. તેમજ ફાયરબ્રિગેડને કોલ મળી રહ્યા છે
જશોદાનગર, મણિનગર,ખોખરા, હાટકેશ્વ, અમરાઈવાડી, નારણપુરા, વાસણા, પાલડી, નવરંગપુરા, રામોલ, વસ્ત્રાલ, રખિયાલ, સરસપુર, બાપુનગર, નિકોલ સહિત તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં હજુ સિઝનનો માત્ર ૯ ઇંચ વરસાદ જ પડ્યો છે.