Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની આજે ૧૩મી વરસી

ફાઈલ

અમદાવાદ: અમદાવાદને ગણતરીની મિનિટોમાં ધ્રૂજાવી નાખનારા સિરિયલ બ્લાસ્ટને ૧૨ વર્ષ વિતિ ગયા છે. વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં બનેલી ઘટનામાં ૫૮ લોકોનાં મોત થઈ ગયા હતા.

જાેકે, હજુ સુધી આ કેસનો ચુકાદો આવ્યો નથી. અમદાવાદ તથા સુરતને એક સાથે ધ્રૂજાવનારા ધડાકાના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી વચ્ચે આ વર્ષે ચુકાદો આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ૨૦૦૮માં બનેલી સિરિયલ બ્લાસ્ટની ઘટનાની આજે ૧૩મી વરસી છે.

આ કેસમાં ચાર મહિના અગાઉ સરકારની દલીલો પૂર્ણ થયા બાદ હાલ આરોપીઓની દલીલો ચાલી રહી છે. જેમાં ચાર વકીલોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને આરોપીઓ સામે સીઆરપીસીની કલમ ૨૬૮ લાગુ કરાઈ હોવાથી તેમને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ છે.

જેના કારણે જેલમાં જ ૭૭ આરોપીઓ માટે જેલમાં જ ખાસ કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવી રહ્યો છે. સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૧૧૬૩ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે જ્યારે ૧૨૩૭ સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં કુલ ૭૮ આરોપીઓની ધરપકડ કરી હતી,

જાેકે, એ આરોપી અયાઝ શેખ તાજનો સાક્ષી બની ગયો હતો, માટે હવે ૭૭ આરોપીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અયાઝ તાજનો સાક્ષી બન્યા બાદ તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ચોક્કસ શરતો સાથે ગ્રાહ્ય રાખી હતી.

આ સિવાય એક આરોપી છે જેને સ્કીઝોફેનિયા નામની બીમારી હોવાથી કોર્ટે તેને વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો. બ્લાસ્ટ કેસમાં કુલ ૩૪ કેસ અલગ-અલગ ૫૨૧ જેટલી ચાર્જશીટ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં ૯૮૦૦ પાનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૧૧૬૩ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે

એટલે કે એક અંદાજ પ્રમાણે ચાર્જશીટ માટે કુલ ૫૧ લાખ પાન વાપરવામાં આવ્યા હોવાનું અનુમાન છે. કોરોનાના સમયમાં પણ આ કેસ ડે-ટૂ-ડે ચલાવવામાં આવતો હતો. અમદાવાદ શહેરમાં ૨૬મી જુલાઈ, ૨૦૦૮ના રોજ સાંજના સમયે એક પછી એક સિરિયલ બ્લાસ્ટ થયા હતા.

જેમાં અમદાવાદ અને સુરતમાં બ્લાસ્ટ થયા હતા, જે કેસમાં ૧૫ ફરિયાદ નોંધાઈ હતી. જે પછી ૩૫ કેસ એક સાથે જ ચલાવવામાં આવ્યા છે. ૮ આરોપીઓની પોલીસ હજુ શોધખોળ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.