Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ૧૦ નવા બ્રિજ બનશે

(એજન્સી)અમદાવાદ,અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. આ દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે ટ્રાફિક અને સિંગ્નલ મુક્ત બનશે ૧૦ નવા ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનાવાશે. મળતી માહિતી અનુસાર, રિંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર ૬ માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી ૧૦ જંકશન પર અંદાજિત ૧૧૦૦ કરોડ રૂપિયા ખર્ચે નવા ૧૦ ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બની રહ્યો છે.

જે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. નોંધનિય છે કે, રિંગ રોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે. જેથી વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્ત્વતા વધુ છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે ૫ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.