અમદાવાદ શહેરમાં ૨૨૨૩માં ઓફિસમાં AMCનું ચેકિંગ
મણિનગરમાં હ્યુન્ડાઇ શો રૂમ, સાયન્સ સિટી રોડ પર ઇગ્નીયોલ પ્રોજેક્ટ લિમિટેડ, રતનપોળમાં જે.એમ મકવાણા જેવા એકમને ૫૦ ટકાથી વધારે સ્ટાફ હોવાથી સીલ મારી દીધા છે.
વિવિધ વિસ્તારોમાં ૫૦ ટકાથી વધારે સ્ટાફ હોવાથી સીલ મારી દેવામાં આવ્યા હતાઃ કોર્પોરેશન દ્વારા કડક અમલ
અમદાવાદ, શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફીસોને ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવા માટે અપીલ કરી છે. જાે કે કેટલીક ઓફીસો નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે. જેના પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે વધારે સ્ટાફ સાથે ચાલી રહી છે તેવી ઓફીસો સીલ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અલગ અલગ ૨૩૭ ઓફીસમાં કોરોના ગાઇડ લાઇનની તપાસ હાથ ધરી હતી. જેમાં સોલા વિસ્તારમાં એમ્પાયર બિઝનેસ બહમાં માઇન્ડ મેપ કન્સલ્ટિંગ ઓફીસમાં ૫૦ ટકાથી વધારે સ્ટાફ હોવાનાં કારણે સીલ કરી દેવાયો હતો.
છેલ્લા ૧૫ દિવસમાં કોર્પોરેશન દ્વારા ૨૨૨૩ ઓફીસોમાં ચેકિંગ કરવામાં આવ્યાં છે. જેમાં જાે સ્ટાફ વધારે હોય તો કાર્યવાહી કરતા ઓફીસો સીલ મારી દેવાઇ છે. મણિનગરમાં હ્યુન્ડાઇ શો રૂમ, સાયન્સ સિટી રોડ પર ઇગ્નીયોલ પ્રોજેક્ટ લિમિટેડ, રતનપોળમાં જે.એમ મકવાણા જેવા એકમને ૫૦ ટકાથી વધારે સ્ટાફ હોવાથી સીલ મારી દીધા છે.
અત્યાર સુધી કોર્પોરેશન દવારા ૨૮ એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. જાેધપુર વિસ્તારમાં આવેલી સ્ટારબજારમાં કોર્પોરેશનની ટીમે ૫૦ ટકાથી વધારે સ્ટાફ હોવાનાં કારણે સ્ટાર બજારને સીલ કરી દેવામાં આવ્યું હતું.