Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ૪ મહિલા ડ્રગ્સનો ગોરખધંધો ચલાવે છે

Youngster drugs addiction

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરમાં ડ્રગ્સનો ગંદો ધંધો કોઈ પુરુષો નહીં પણ ચાર માફિયા ક્વીન સંભાળી રહી છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા ડ્રગ્સના ગોરખ ધંધાની કમાન બાપુનગરની ડ્રગ્સ ક્વીન્સ સિતારા, માજાે, પમ્મો અને શરિફાના હાથમાં છે અને તેમની ગેંગમાં કામ કરતા ૬૦ જેટલા બચ્ચા પાર્ટી સભ્યો જેમની મોટાભાગે ઉંમર ૯થી ૧૫ વર્ષની છે તેઓ શહેરભરના નશાખોરોને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે. પોલીસ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ૩૫થી ૫૨ વર્ષની ઉંમરની આ ચાર મહિલાઓ શહેરમાં સૌથી વધુ ઉપયોગ થતા એમડી ડ્રગ્સ અને સ્લીપિંગ ડ્રગ્સ જેનો ઉપયોગ ઇન્સોમેનિયા જેવી બીમારીમાં થાય છે તેનો વેપલો કરે છે.

આ મામલે જાણકારી રાખતા સૂત્રોએ કહ્યું કે આ દરેક ડ્રગ માફિયા ક્વીન દૈનિક ૧૦૦થી ૧૫૦ જેટલી ડિલિવરી આખા શહેરમાં પૂરી પાડે છે અને આ દરમિયાન ૧૫૦થી ૨૦૦ ડ્રગ્સના નાના નાના પેકેટ નશાખોરો સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં ગેરકાયદે ડ્રગ રેકેટના ગોરખ ધંધા મામલે તપાસકર્તા દરેક પોલીસના મોઢે આ ચાર મહિલાનું નામ છે.

આ દરેક મહિલા સામે ડઝનથી વધુ પ્રોહિબિશન અને એક્સટોર્શનના કેસ છે. તેમજ ડ્રગ પેડલિંગના પણ અનેક કેસ છે જાેકે આ તમામ કેસમાં ડ્રગ્સની માત્રા એટલી નાની હોય છે કે કાયદાકીય રીતે આ આરોપીઓને બચવાની છટકબારી મળી જાય છે અને પોલીસ માટે કાર્ય વધુ અઘરું થઈ જાય છે.

અમદાવાદમાં ડ્રગના ગોરખધંધાની મોડસ ઓપરન્ડી એ જ રહી છે કે ડ્રગનું કન્સાઇન્મેન્ટ ૨થી ૫ ગ્રામ જેટલું જ રાખવામાં આવે છે તેમજ આ ડ્રગ્સને નાના બાળકો મોટાભાગે ૧૫ વર્ષથી નીચેની ઉંમરના લોકો દ્વારા ડિલિવર કરવામાં આવે છે. જેથી કાયદાકીય રીતે પોલીસ આ લોકો પર ખૂબ કડક કાર્યવાહી પણ કરી શકતી નથી.

અમદાવાદ શહેર ઝોન-૫ના ડે. કમિશનર અચલ ત્યાગીએ કહ્યું કે ‘અમે ડ્રગ્સના ગોરખધંધાને તોડી પાડવા માટે આ ચાર મહિલાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ મોટાભાગે પકડાયેલા પેડલર સગીર વયના હોય છે અને તેમની માસે એટલી નાની માત્રામાં ડ્રગ્સ હોય છે કે તેને મુદ્દામાલ તરીકે દર્શાવી નથી શકાતો તેમજ એફએસએલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે પણ નથી મોકલી શકતો. અમે તેમના મોટા જથ્થાને પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય.

પોલીસ અને આ ગોરખ ધંધાની અંદરની જાણકારી રાખનારાઓએ કહે છે કે આ ચારેય મહિલા માફિયા મિત્રો નહીં પણ એકબીજાના દુશ્મન છે અને ઘણીવાર તેમની વચ્ચે પોતાના વિસ્તારને લઈને ઝગડા થાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં દારુનો ધંધો વિકસાવ્યા બાદ આ ચારેય મહિલાએ ડ્રગનો ધંધો શરું કર્યો હતો.

દરેક સામે અનેક કેસ હોવા છતાં બિન્દાસ્ત પણે ડ્રગના ધંધાનું રેકેટ ચલાવી રહી છે. પોલીસ વિભાગના સુત્રોએ કહ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી ખૂબ જ સિમ્પલ છે. આ તમામ મહિલા માફિયા મિડલ એજ ગ્રુપની છે અને તેઓ પહેલા પોતાના પરિવાર અને આડશોપાડોશના સગીર છોકરાઓને આકર્ષ છે અને ભોળવીને તેમને ડ્રગ્સના રવાડે ચડાવે છે પછી ડ્રગ મફતમાં આપવાના નામે તેમની પાસે ડ્રગ્સની ડિલિવરી કરાવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.