અમદાવાદ શહેરમાં ૫૦૦ અને ૧૦૦૦ ની જૂની નોટો પકડાઈ છે
ગાંધીનગર: નોટબંધી ને ચાર વર્ષ કરતા વધુ સમય થઇ ચુક્યો છે. છતાય અવાર નવાર બજારમાંથી જૂની ચલણી નોટો ઝડપાતી રહે છે. આજ રોજ વિધાનસભા ગૃહમાં પણ ચલણી નોટ નો મુદ્દો ઉછળ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં ક્યાંથી કેટલી નોટો મળી આવી તે અંગે ચર્ચા થઇ હતી.
વિધાનસભા ગૃહમાં દર્શાવવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને રાજકોટ શહેરમાં ૫૦૦ અને ૧૦૦૦ ની જૂની નોટો મળી આવી છે.
છેલ્લા ૨ વર્ષમાં અમદાવાદ શહેરમાં ૫૦૦ ના દરની ૨૪૦૦, ૧૦૦૦ દરની ૪૩ ચલની નોટો પકડાઈ છે. જયારે રાજકોટ શહેરમાં ૫૦૦ ના દરની ૭૩૧૭ નોટ, ૧૦૦૦ દરની ૩૮ નોટો અને રાજકોટ ગ્રામીણમાં ૫૦૦ ના દરની ૩૬ નોટો અને ૧૦૦૦ ના દરની ૫ નોટો ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદમાં એક પણ આરોપીઓ ઝડપાયા નથી, રાજકોટમાં શહેર અને ગ્રામિણમાં ૬ આરોપીઓ પકડાયા છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંધી લાગુ કરી હતી. આ નોટબંધીમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂ.ની જૂની નોટો પરત ખેંચી લેવામાં આવી હતી અને નવી ચલણી નોટો રૂપિયા ૨૦૦૦ અને ૫૦૦ ના દરની જાહેર કરવામાં આવી હતી