અમદાવાદ શહેર અને જિલ્લામાં આજથી સર્વે-ટેસ્ટિંગ વધારાશે
અમદાવાદ, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ ને પગલે કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અને તેના નિયંત્રણ માટે લેવા યોગ્ય તમામ પગલાઓની સમીક્ષા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સત્વરે હાથ ધરી છે. અમદાવાદ જિલ્લામા કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સર્વગ્રાહી તકેદારીના પગલાં શરૂ કરાયા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ એ જણાવ્યું છે કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૫૦ બેડ છે તેની સંખ્યા વધારીને ૬૦૦ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. હજી પણ વધારે જરૂર પડશે તો અન્ય બેડ વધારવાની તૈયારી પણ રખાઈ છે.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ સોલા સિવિલ હોસ્પિટલની ગઈ કાલે અને આજે મુલાકાત લઈને બાદ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં આજે તમામ તાલુકા હેલ્થ ઓફિસર અને જિલ્લાના મેડિકલ ઓફિસરોની ર મિટિંગ બોલાવીને તેમને આવતીકાલથી જ ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને ટેસ્ટિંગ વધારવા સૂચના આપી દેવાઇ છે. એ જ રીતે સોમવારથી અમદાવાદ શહેર ફરતા રીંગ રોડ ઉપર ગામડાઓમાં પ્રવેશતા માર્ગો પર કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરાશે.
મહેશ બાબુ એ વધુમાં જણાવ્યું છે કે કોરોનાના સંક્રમણની દૃષ્ટિએ છેલ્લા પંદર દિવસથી ‘પિન્ક સ્પોર્ટ’ માં રહેતા ધંધુકા, બાવળા, ચાંગોદર, સનાથલ, શેલા, વિરમગામ, સાણંદ અને મોરૈયા નગરપાલિકા/ ગામો માં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ઉપરાંત અસલાલી, ગોરૈયા, ધોળકા તાલુકાના ધોળકા, કોઠ, નાની બોરુ, દસ્ક્રોઇ તાલુકાનું ભુવાલડી, જેતલપુર, કાસીન્દ્રા, મીરોલી, નાંદેજ, ટીંબા, દેત્રોજ તાલુકાનું રુદાતલ, વાસણા, ધંધુકા તાલુકાનું તગડી, માંડલ તાલુકાનું સીતાપુર તથા વિઠલાપુર, સાણંદ તાલુકાનું સરી તથા તેલાવ ગામને વિશેષ કેન્દ્રિત કરીને સર્વેલન્સ તથા ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરાનાર છે.SSS