Western Times News

Gujarati News

અમદાવાદ શહેર બાદ હવે ગ્રામ્યમાં પણ કોરોના વિસ્ફોટ, ૬૦થી વધુ બાળકો સંક્રમિત

અમદાવાદ, રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને રાજ્યનાં મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં સ્થિતિ ખરાબ બની છે. અમદાવાદનાં શહેરમાં તો કોરોનાનાં કેસમાં વધારો જાેવા મળે જ છે પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે.

રાજ્યમાં રોજ કોરોનાનાં આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે અમદાવાદ એક એવુ શહેર જ્યા રાજ્યનાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હવે અહી રૂરલ વિસ્તારમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની આસપાસનાં ગામડાઓમાં ૪૫૪૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અહી મોટી વાત એ છે કે, આ લોકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થયો છે. ૧૦ થી ૧૫ વર્ષનાં ૬૦થી વધુ બાળકો અહી સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જાે કે એક વાત સારી છે કે આ બાળકોને વધુ તકલીફ નથી, જેથી તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સતત વધી રહેલા કેસને લઇને હવે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે. જાે કે સંક્રમિત આંકડાઓમાં મોતનાં આંકડાઓ ઓછા હોવાથી તમે રાહતનો શ્વાસ લઇ શકો છો, પરંતુ સમય એવો છે કે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. કોરોનાનાં કેસને કાબુમાં લેવા આવતા સમયમાં સરકાર કડક કાયદાઓ લાગુ કરે તો નવાઇ નહી.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો આંક પણ સૌ કોઇને ચોકાવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં શુક્રવારે કોરોનાનાં ૨૧,૨૨૫ નવા કેસ નોંધાયા હતા. જેમા સૌથી વધુ કેસ અમદાવાદમાં ૮,૬૨૭ નોંધાયા હતા. વળી સુરતમાં પણ આ કેસમાં કોઇ ઘટાડો જાેવા મળ્યો નથી. સુરતમાં છેલ્લા ૨૪ કલાક ૨,૧૨૪ માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં ૨૪૩૨ કેસ, રાજકોટમાં ૧,૫૦૨, ગાંધીનગરમાં ૬૧૨ કેસ નોંધાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.