Western Times News

Gujarati News

અમદાવાદ શેલ્બી હોસ્પિટલ્સમાં ચાઇનાના નિષ્ણાંત તબીબો દ્વારા જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી

અમદાવાદ :વિશ્વવ્યાપી ઓર્થોપેડિક્સ ડોકટરોમાં નવીનતમ તકનીકીઓ વિશેના રજૂઆત નો પ્રચાર પ્રસાર કરવા ના ભાગરૂપે, શેલ્બી હોસ્પિટલ્સ તેની શૈક્ષણિક પાંખ શેલ્બી એકેડેમી દ્વારા થોડા દિવસોથી ૩ મહિનાનો પોતાનો આર્થ્રોપ્લાસ્ટી ઓબ્ઝર્વરશીપ પ્રોગ્રામ ઓફર કરે છે.

ડો. વિક્રમ શાહ ( અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, શેલ્બી હોસ્પિટલ્સ) આ પ્રોગ્રામના ડિરેક્ટર છે, અને ડો.જે. એ. પચોરે ડિરેક્ટર ,( હિપ રિપ્લેસમેન્ટ, શેલ્બી હોસ્પિટલ્સ) આકોર્સના ડિરેક્ટર છે. આ પ્રોગ્રામ દ્વારા, સર્જનોને પ્રાથમિક ઘૂંટણની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી અને રિવિઝન સર્જરીની મૂળભૂત બાબતો પર તાલીમ આપવામાં આવેછે અત્યાર સુધી, શેલ્બીએ ૫૦૦થી વધુ ઓર્થોપેડિક સર્જનોને તાલીમ આપી છે, જેઓ હવે ઓર્થોપેડિક સર્જરીમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો પૂરા પાડીને સમુદાયની સેવા કરી રહ્યા છે.

આજે શેલ્બી હોસ્પિટલ્સ ખાતે ચાઇનાથી નીચેના મુજબ જણાવેલા ડોકટરો ૨ દિવસીય આર્થ્રોપ્લાસ્ટી નિરીક્ષણમાં સઘન તાલીમ લેવા માટે આવ્યા હતા. ૧. ડો. શાંગ શૌલુ – ડિરેક્ટર, તાઈકાંગ જિમિન ઓર્થો હોસ્પિટલ, ૨. ડો. લ્યુ શાંગજુન – ડિરેક્ટર, નાનયાંગ સિટી ઓર્થો હોસ્પિટલ, ૩.ડો.લોજૂનમિંગ ઓર્થો ડાયરેક્ટર, જિયુઆન સિટી હેલ્થ સ્કૂલ એફિલિએટેડ હોસ્પિટલ (સરકાર), ૪.ડો. ઝેંગ ક્વોક્સી – ઓર્થો ડિરેક્ટર, યાન્લિંગ કન્ટ્રી સેન્ટ્રલ હોસ્પિટલ (સરકારી)
માર્ચ, ૨૦૧૯ માં શેલ્બી હોસ્પિટલ્સના ડો આશિષ શેઠે વરિષ્ઠ આર્થ્રોપ્લાસ્ટી સર્જન) તેમની ચીનની મુલાકાત દરમિયાન શેલ્બીની ઝીરો ટેકનીક સર્જિકલ પ્રક્રિયાની નવીનતા અને વિવિધ હોસ્પિટલોમાં તેના ફાયદા દર્શાવ્યા હતા, જેની આર્થ્રોપ્લાસ્ટી સર્જનો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.