Western Times News

Gujarati News

અમદાવાદ સમરસ હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ભાગી છુટ્યો

દાખલ થયાનાં ત્રીજા દિવસે લાગ જાઈ ફરાર ઃ યુનિ. પોલીસમાં ફરિયાદ દાખલ
અમદાવાદ, કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે. લોકડાઉનને પણ દેશમાં બે મહિના કરતાં વધુ સમય થયો છે. છતાં નાગરિકોમાં હજુ સુધી વાયરસને લઈને જાગૃતતા નથી આવી અને ડર ઘુસેલો છે. ત્યારે વ†ાપુરના જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલી સમરસ હોસ્ટેલમાંથી એક કોરોનાગ્રસ્ત દર્દી ભાગી છુટતાં ચકચાર મચી છે. આ દર્દીને બે થી ત્રણ દિવસ અગાઉ જ સમરસ હોસ્ટેલમાં લાવવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં કોવિડ સેન્ટર સમરસ હોસ્ટેલનાં ડોક્ટરો તથા અધિકારીઓ દોડતાં થયાં છે. કોરોનાગ્રસ્ત દર્દી ભાગી જતાં મુળ વી.એસ. હોÂસ્પટલમાં સર્જન તરીકે અને હાલમાં સમરસ હોસ્ટેલમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ડો મેહુલભાઈ મહેતાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ર૬.પ.ર૦ર૦એ સમીર મહમદ ઈબ્રાહીમ અંસારી (ગરીબનગર ચાર રસ્તા, બાપુનગર) નામનો શખ્સ કોરોના પોઝિટિવ આવતાં તેને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જા કે બે દિવસ જેટલું રહ્યાં બાદ સમીર ગુરૂવારે રાત્રે કોઈક રીતે હોસ્ટેલમાંથી ભાગી છુટ્યો હતો.

વિઝીટમાં ગયેલાં ડોક્ટરોને ખબર પડતા તેમણે ડો મેહુલભાઈને આ અંગેની જાણ કરી હતી. તમામ સ્ટાફે સમીરને શોધ્યો છતાં તે મળી આવ્યો ન હતો. બાદમાં તેના મોબાઈલ ફોન પર સંપર્ક કરતાં કોઈ અન્ય વ્યÂક્તએ ફોન ઉપાડ્યો હતો. જેનાં પગલે છેવટે ડો મહેતાએ યુનિવર્સિટી પોલીસને આ અંગેની જાણ કરી હતી. આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં તે પણ દોડતાં થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.