અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર હોલીકા દહન કરાયું
ખજુર ઘાણી,ટોપરા સાકરના હારડા અને કપુરની ગોળીઓની આહૂતિ અપાઇ
અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજે હોળીની ઉજવણી કરવામાં આવી હતી ફાગણી પુનમના દિવસે ગુજરાતભરના દ્વારકાધીશના મંદિરોમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ દ્વારકા,ડાકોર,નડિયાદ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી.જયારે મોડી સાંજે અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું.શ્રધ્ધાળુઓએ હોલિકાની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ લીધા હતાં.
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર હોલિકાનું શુભ મૂર્હતે દહન કરવામાં આવ્યું હતું શ્રધ્ધાળુઓએ ધાણી,ખજુર સાકરના હારડા સોપારીની આહૂતિ આપી હતી હાલમાં વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે નાગરિકો દ્વારા રાજય સરકારની અપીલને કારણે હોલિકા પ્રગટાવવામાં આવી ત્યારે ગુગળ ગાયનું ધી સુકા લીમડાના પાન સરસવ અને કપુરની પણ આહૂતિ આપવામાં આવી હતી.કેટલાક સ્થળોએ છાણની હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓમાં હોલીકા દહનના આયોજન કરવામાં આવ્યા હતં. રાજકોટમાં કોઠારીયા કોલોની ગરબી ચોકમાં ૧૧૦૦૦ છાણાનો હોળી દહનનો કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત કેટલાક સ્થળોએ હોળી યજ્ઞ યોજાયા હતાં.
આવતીકાલે રંગોનો પર્વ ધૂળેટી ઉજવવામાં આવશે યુવાનો વૃધ્ધો સહિતના લોકો એક બીજાને રંગોથી રંગશે જયારે કેટલાક લોકોએ કોરોના વાયરસને કારણે તિલક હોળી રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.