અમદાવાદ સહિત ગુજરાતભરમાં શિવરાત્રીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી
અમદાવાદ: મહાશિવરાત્રિ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચન કરવાનું મહાપર્વ અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. સવારથી જ શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની દર્શન માટે ભીડ જાેવા મળતી હતી. મહાશિવરાત્રિને કારણે શિવમંદિરોને ફુલોના શણગારથી સજાવામાં આવ્યા હતા. મહાશિવરાત્રીના દિવસે ૪ પ્રહરથી પૂજા કરવા આવી હતી
ઐતિહાસિક સોમનાથ મહાદેવમાં બમ બમ ભોળાનાથના ધ્વનિથી મહાદેવ ગુંજી ઊઠ્યુુ હતું. મહાશિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં પૂજન અર્ચન, રુદ્રી, મહારુદ્રી, મહાશિવાનુષ્ઠાના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઘણા શિવભક્તોએ શિવલિંગ પર શેરડીનો રસ, દૂધ, દહીં, કાળા તલ, તથા દહી અને મધનો અભિષેક કર્યો હતો તો ઘણા શિવમંદિરોમાં ઘીના કમળ ચઢાવવામાં આવ્યા હતાં. મહેમુદપુરા તથા ગતરાડની હદમાં આવેલ દેવસી તળાવના કિનારે જયચકુડિયા મહાદેવમાં શિવરાત્રી નિમિત્તે મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારથી લો ગાર્ડન પાસે આવેલ સોમેશ્વર મહાદેવ, શારદા મંદિર રોડ પર આવેલા ભીમનાથ મહાદેવ, ભીમનાથને કિનારે આવેલ ભીમનાથ મહાદેવ સંન્યાશ્રમ, જન્નાથજીના મંદિર, ચકુડિયા મહાદેવ,નિર્ણયનગર ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની દર્શનાર્થે ભારે ભીડ જાેવા મળી હતી . બિલીપત્ર તથા હાથમાં જલ ભરેલ વાસણ લઈ શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યા હતો. પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ ખાતે મહાપૂજા તથા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢમાં શિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં દેશ વિદેશના લોકોએ આવ્યા છે.સૌરાષ્ટ્રના જાણિતા સોમનાથ મંદિરમાં દેશ વિદેશના ભકતો ઉમટી પડયા હતાં. સોમનાથ મંદિરમાં આજ સવારથી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા,મહેસાણા પાટણ પાલનપુર, કચ્છ ભુજ ખેડા નડિયાદ સુરત વલસાડ વગેરે સ્થળોએ પણ મહાશિવરાત્રીનું પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્યું હતું અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં