અમદાવાદ સહિત ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ ધમધમતા થયા
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં બે-અઢી વર્ષ કોરોનાના કારણે બંધ રહેલા ‘મલ્ટીપ્લેકસ’ પુનઃ ધમધમતા થયા છે. લોકો કોરોના લગભગ ઓછો થતા ફરીથી મલ્ટીપ્લેકસ તરફ વળ્યા છે આ અંગે વાઈડ એંગલના રાકેશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે છેલ્લા ચાર-પાંચ મુવી સારા આવ્યા છે
અને સરકારી ગાઈડલાઈન હળવી થતા તથા કોરોનાના કેસો ઘટતા ફિલ્મ પ્રેમીઓ હવે પિકચર જાેવા આવી રહયા છે. એકંદરે નુકસાનીમાંથી બહાર આવવા તરફનું વાતાવરણ સર્જાયુ છે. આમ તો મલ્ટીપ્લેકસ શરૂ થતા માલિકોને રાહત થઈ છે. છેલ્લા બે-અઢી વર્ષથી મલ્ટિપ્લેકસ લગભગ બંધ હતા કોઈ શો ચાલુ નહી હોવાથી જુની ફિલ્મોને કારણે દર્શકો આવતા ન હતા.
હવે નવા પિકચરો મલ્ટીપ્લેકસમાં આવી રહી છે પુષ્પા, સૂર્યવંશી, કાશ્મીર પરની ફિલ્મ સહિતની નવી મુવી આવતા મલ્ટીપ્લેકસ જીવંત થયા છે. આગામી દિવસોમાં એક-બે નવી ફિલ્મ આવી રહી છે તેનાથી મલ્ટીપ્લેકસીમાં વધારે દર્શકો આવશે.
જાેકે મલ્ટીપ્લેકસોને ખોટમાંથી બહાર નીકળતા હજુ એક-બે વર્ષ નીકળી જાય તેવો અંદાજ છે. પરંતુ મલ્ટીપ્લેકસ ધમધમતા થતા ગાડી ધીમેધીમે ટ્રેક પર આવી રહી હોય તેવુ જણાઈ રહયુ છે પાછલા બે-અઢી વર્ષ કોરોના કાળમાં ખૂબ જ ખરાબ વીત્યા હતા હવે ફરીથી વાતાવરણ સુધરતા મલ્ટીપ્લેકસમાં દર્શકો ફિલ્મ જાેવા પહેલાની માફક આવી રહયા છે.