Western Times News

Gujarati News

અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ઘટયા પેટ્રોલ ડીઝલનાં ભાવ

ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો

બિહારમાં પેટ્રોલ ૩૨ પૈસા અને ડીઝલ ૩૦ પૈસા સસ્તું થયું છે, હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ ૧૪ પૈસા સસ્તું થયું છે

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે લગભગ ૬ વાગ્યે WTI ક્રૂડ પ્રતિ બેરલ $76.25 પર વેચાઈ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 81.36 પર ટ્રેડ કરી રહ્યું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં, દરરોજ સવારે ૬ વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. તો ૨૬ તારીખનાં ભાવ ઘણા બધા શહેરોમાં ઘટયા છે.

બિહારમાં પેટ્રોલ ૩૨ પૈસા અને ડીઝલ ૩૦ પૈસા સસ્તું થયું છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ ૧૪ પૈસા સસ્તું થયું છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને તમિલનાડુમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. તેનાથી વિપરીત રાજસ્થાનમાં પેટ્રોલ ૫૦ પૈસા અને ડીઝલ ૪૬ પૈસા મોંઘુ થયું છે. છત્તીસગઢમાં પણ પેટ્રોલની કિંમતમાં ૪૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૪૩ પૈસાનો વધારો થયો છે.

પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો બહાર પાડવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે. તમે જીસ્જી દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો.

ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર RSP અને તેમનો સિટી કોડ લખીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે. અમદાવાદમાં ૦.૦૭ રૂપિયાનો ઘટાડો થયો છે. એ સિવાય અમરેલીમાં ૧.૦૮ રૂપિયાનો ઘટાડો થયો છે. આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જુનાગઢ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા વગેરેમાં ૨૬ ફેબ્રુઆરીનો ભાવ ઘટેલો બતાવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.