અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Files Photo
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયુ હતુ. અમદાવાદના બોપલ, ઇસ્કોન, પ્રહાલાદ નગર, સોલા, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. તો ચાંદલોડિયા, શાહપુર, વાસણા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર બોડકદેવ, એસજી હાઇવે, જીવરાજપાર્ક, આનંદનગર સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદનું આગમન થયું હતુ. તો આ તરફ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પણભારે વરસાદ વરસ્યો છે..આજે સાંજે પાંચ વાગ્યા થી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. જેમાં શહેરના રાણીપ, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં પણ વરસ્યો છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી બજારમાં પાણી ભરાયા હતા. ઉમરપાડાના કેવડી,વાડી સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદી માહોલથી વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી. તો જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.