અમદાવાદ સહિત રાજ્યભરમાં મહા શિવરાત્રિના પર્વની ઉજવણી

File
અમદાવાદ, રાજ્યભરના મંદિરો ‘બમ બમ ભોલેપ’ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી કોરોનાના કેસમાં ઘટાડો થતાં મંદિરોમાં બે વર્ષમાં પ્રથમવાર મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી મંદિરો ‘બમ બમ ભોલે’, ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતાં.
મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના ભક્તો માટે આખો દિવસ ખુલ્લા રહ્યાં હતાં. આજે ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણના આયોજનમાં ભક્તો શિવમય બન્યા હતાં.જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં.
અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલા પ્રાચિન શિવાલય કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં દિવસ દરમિયાન વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૃદ્ર, બિલીપત્ર, સંકલ્પ, પૂજાઓ, મહામૃત્યુંજય મંત્રથી આહુતિ સાંજે ૭ વાગ્યા સુધી ચાલી હતી તો રાજકોટ, સુરત, વડોદરામાં પણ શિવાલયો ઓમ નમઃશિવાય નાદથી ગુંજી ઉઠ્યા છે.HS