અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે કોરોના બેરેક બનશે
અમદાવાદ, અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર ચિંતિત બની ગયું છે. કેદીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેલતંત્ર દ્વારા કેદીઓના આવેલા પોઝિટિવ રિપોર્ટ બાદ કેટલીક મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે અને કેદીઓ માટે ખાસ કોરોના બેરેક બનાવવાનો નિર્ણય લેવાયો છે અને તેના મારફતે કેદીઓને ક્વોરેન્ટાલન કરીને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય જેલની બહાર ખુલ્લી જગ્યામાં પણ કેદીઓને રાખવામાં આવશે. જેલ સત્તાવાળાઓએ આ તમામ તૈયારીઓ કરી દીધી છે.
અમદાવાદ શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ખુંખાર કેદીઓ સજા કાપી રહ્યાં છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે વિશેષ તકેદારીઓ રાખવામાં આવે છે આ દરમિયાનમાં દેશભરમાં ફેલાયેલા કોરોનાના રોગચાળાના પગલે કોરોનાના દર્દીઓને ખાસ આઈસોલેશન વોર્ડમા સારવાર આપવામાં આવી રહી છે. ધીમે ધીમે આ રોગચાળાનો વ્યાપ વધવા લાગ્યો છે જેના પરિણામે કોરોનાના કેસોની સંખ્યા પણ વધી રહી છે. કોરોના વોરીયર્સ ગણાતા પોલીસ તથા મેડીકલ સ્ટાફમાં રોગચાળો પ્રસર્યો છે જેના પરિણામે સરકારી તંત્ર ચિંતિત બની ગયું છે. કોરોનાનો રોગચાળો ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા ડોર ટુ ડોર સરવે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં સંખ્યાબંધ કેસો સપાટી પર આવ્યા છે. આ દરમિયાનમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કોરોનાનો રોગચાળો પ્રસર્યો છે.
આ દરમિયાનમાં જેલના કેદીઓમાં શંકાસ્પદ ચિહ્નો જાવા મળતાં જેલ સત્તાવાળઓ દ્વારા આ અંગેની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક કેદીઓનો રિપોર્ટ કરવાની શરૂઆત કરાઈ હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓના રિપોર્ટ કરાવવામાં આવતા કેટલાક કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ સત્તાવાળાઓ ચોકી ઉઠયા હતા અને તાત્કાલીક આ તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડયા હતા. બીજી બાજુ સાબરમતી જેલમાં કોરોનાનો રોગચાળો ફેલાતો અટકાવવા માટે જેલ સત્તાવાળાઓ દ્વારા કેટલાક પગલા ભરવાની શરૂઆત કરવામાં આવી છે.
કોરોનાનો કહેર કોઈ જગ્યાએ પહોંચવાનું બાકી નથી જેલમાં પણ કેદી અને સ્ટાફ કોરોનાનાં કારણે અસરગ્રસ્ત થઈ ગયા બાદ હવે જેલ તંત્ર એલર્ટ પર આવી ગયું છે. જેલમાં હાલ કેદીઓ માટે કોરોના બેરેક બનાવવામાં આવ્યું છે. જેમાં નવા આવનાર કેદીઓને ૧પ દિવસ ફરજીયાત ક્વોરન્ટાઈન કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં મુખ્ય જેલની બહારની જગ્યામાં કેદીઓને રાખવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.
અમદાવાદ સાબરમતી જેલમાં થોડા સમય પહેલાં કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેલમાં અન્ય કેદીઓને કોરોનાની અસર ના જાય તે માટે જેલ તંત્ર દ્વારા હવે નવા આવનારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે દરેક નવા કેદીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે.
આ અગે જેલ આઈજી મહેશ નાયકે જણાવ્યું હતં કે અમે નવા આવનારા કેદી માટે જેલમાં એક નવી બેરેક ફાળવી છે. જે અન્ય કેદીઓને સીધા સંપર્કમાં ના આવી શકે. જ્યારે દરેકને ૧પ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. અને હવે અમે જા વધારે કેદી આવશે તો તેના માટે મુખ્ય જેલની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં પણ કેદીઓ માટે વ્યવસ્થા કરવાની અમે તૈયારી કરી લીધી છે.