અમદાવાદ સિવિલના ૧૨ તબીબ સુરતની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવશે
સુરત: સુરતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોનાથી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૧૨ તબીબો સુરતમાં ફરજ બજાવશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદની સિવિલ હોસ્પિટલના ૧૨ તબીબ સુરતની કોવિડ ૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.
અત્રે જણાવવાનું કે, ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જાેવા મળતો હતો
પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ ૪૧,૯૦૬ થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ ૭૮૨૮ થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૨૨૦ લોકોના મૃત્યુ થયા છે.