Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલના ૨૯ ડૉકટરો કોરોના સંક્રિમત થયા

અમદાવાદ, વિશ્વમાં કોરોનાએ કહેર મચાવ્યો છે,સમગ્ર દુનિયા કોરોનાથી પ્રભાવિત જાેવા મળી રહી છે, ત્યારે ભારત દેશ પણ તેનાથી બાકાત નથી,અને ગુજરાતમાં પણ સતત કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં સેલેબ્સ સહિત અનેક લોકો કોરોના સંક્રમિત જાેવા મળી રહ્યા છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૨૯ ડોકટરો કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઇ છે. અસારવા સિવિલના ૨૨ ડોકટરો અને સોલા સિવિલના ૭ તબીબો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ તબીબો હાલ સારવાર હેઠળ છે.હાલ ડોક્ટરો હોમ આઇસોલેટ થઇ ગયા છે, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલના તબીબો પણ કોરોના સંક્રમિત જાેવા મળી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે ૬૦૦૦થી વધુ કેસ નોંધાય છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના ૬૨૭૫ કેસ નોંધાય છે. જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ ૨૪૮૭ કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૬૩ લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૯૧૩ છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ કેસનો આંકડો ૮,૫૮, ૭૧૪ પહોંચ્યો છે. તો રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૮,૨૪,૧૬૩ છે. રાજ્યમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.