અમદાવાદ સીટીએમના બુટલેગર જગદીશ રાજુને સ્કોડા કારમાં દારૂની ડીલેવરી કરવા જતા બે શખ્શોને ૧.૨૦ લાખના દારૂ સાથે મેઘરજ પોલીસે દબોચ્યા
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: રાજસ્થાનને અડીને આવેલ મેઘરજ તાલુકાના અંતરિયાળ માર્ગો પરથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં બેફામ વધારો થયો હતો અરવલ્લી જીલ્લા નવનિયુક્ત એસપી સંજય ખરાતે ચાર્જ સાંભળતાની સાથે જીલ્લાના માર્ગો પરથી નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂ ભરી ખેપ મારતા બુટલેગરો સતત ઝડપાઈ રહ્યા છે હાલ તો બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે મેઘરજ પોલીસે કદવાડી ત્રણ રસ્તા પરથી સ્કોડા કારમાંથી ૧.૨૦ લાખના વિદેશી દારૂ સાથે અમદાવાદના બે ખેપીયા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ પીઆઈ જે. પી. ભરવાડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને કાર પસાર થવાની છે પોલીસે તાબડતોડ બાતમી વાળા કદવાડી ત્રણ રસ્તા પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સ્કોડા કારને અટકાવી તલાસી લેતા કારમાં સંતાડીને રાખેલો વિદેશી દારૂ બોટલ નંગ-૨૪૦/- કીં.રૂ.૧૨૦૦૦૦/- નો જથ્થો જપ્ત કરી હતી.
૧) અરુણ ઉદયકુમાર દવે અને ૨) નિલેશ ગોવિંદભાઇ રાણા (બંને,રહે.હાથીજણ-અમદાવાદ) ને ઝડપી પાડી પૂછપરછ કરતા વિદેશી દારૂ અમદાવાદ સીટીએમ રહેતા જગદીશ રાજુ નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું અને કારમાં કંથારિયાના અશોક ડામોર નામના બુટલેગરે ભરી આપ્યો હોવાનું જણાવતા મેઘરજ પોલીસે સ્કોડા કાર, મોબાઇલ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.૬૨૫૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી અરુણ અને નીલેશને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી વિદેશી દારૂ મંગાવનાર જગદીશ રાજુ અને દારૂ ભરી આપનાર અશોક ડામોર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.