અમદાવાદ સ્ટેલાર સ્કોડામાં સ્કોડા સ્લેવિયા કાર લૉન્ચ કરાઈ
અમદાવાદ, સ્ટેલાર સ્કોડાના ડિરેક્ટર અભિમન્યુ ત્રિપાઠીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સ્કોડા સ્લેવિયા કાર લૉન્ચની સાથે તેની પ્રાઈઝ આવી એ પહેલાં મહદઅંશે કંઈ ગાડીઓનું બુકીંગ થઈ ગયું છે. તે અમારા માટે અત્યંત ખુશીની વાત છે.
સ્કોડા સ્લેવિયા લોન્ચ કરતા ડિરેક્ટર અભિમન્યું ત્રિપાઠીએ સ્કોડા સ્લેવિયા કારની વિશેષતાઓ ની વાત કરતા કહ્યું કે, આ કાર નવા એન્જીન સાથે અલગ બીજા એડિશનલ ફ્યુચર, અલગ કલરની એમ્બિયન્સ લાઈટ તેના સિવાય પણ આમાં બીજા ઘણા બધા એવા ફિચર્સ ની સાથે સાથે આ કાર ની એક્સ શો-રૂમ પ્રાઈઝ બેઝિક મૉડલમાં ૧૦.૬૯ લાખ થી શરૂ થાય છે.
અત્યારે જે પ્રકારની કોરોનાની મહામારી જે માહોલ છે. તેવામાં આટલા બજેટમાં આવી સુપર સ્પેશિયાલિટી હોન્ડા સિટી તેમજ મારુતિ ની સ્વિફ્ટ ડીઝાયર કાર ને ટક્કર આપે છે
સ્કોડા સ્લેવિયા કાર દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. લોન્ચ પહેલાં ગ્રાહકોના જબરદસ્ત પ્રતિસાદે અમારો ઉસ્સાહ વધારી દીધો છે. તે બદલ સ્ટેલાર સ્કોડા આપનો આભારી છે.