Western Times News

Gujarati News

અમદાવાદ સ્ટેશન પર RPFની સતર્કતાથી એક મહિલાનો જીવ બચાવવામાં આવ્યો

અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ થી ચાલુ ટ્રેનમાં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝ ને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત ટળી ગયો હતો.

વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુત્ત શ્રી સૈયદ સરફરાઝ અહમદે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે 20:20 વાગ્યે, જ્યારે ટ્રેન 01095 અમદાવાદ-પુણે સ્પેશિયલ રવાના થઈ, ત્યારે ફરજ પરના જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટ એ જોયું કે S2 કોચની ચાલુ ટ્રેનમાં એક મહિલા નીચે પડી રહી છે, જેમને તેણે દોડીને નીચે પડતા બચાવી લીધા અને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધા.

તેમણે જણાવ્યું કે, મુરાદાબાદમાં રહેતા શ્રી આસીન અને તેમના પત્નીને અમદાવાદ થી મુરાદાબાદ જવાનું હતું પરંતુ ભૂલથી પૂના સ્પેશિયલ માં બેસી ગયા હતા. ટ્રેન શરૂ થયા પછી તેમને ખબર પડી કે આ ટ્રેન મુરાદાબાદ ને બદલે પુણે જઈ રહી છે

તો તે બંને ચાલતી ટ્રેનથી નીચે ઉતર્યા જેથી જાગૃત કોન્સ્ટેબલની સતર્કતાથી તેમની પત્ની સાથેનો અકસ્માત ટળી ગયો હતો. આ હિંમત અને જાગરૂકતા માટે તેમણે આરપીએફના કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ જાટ નો આભાર માન્યો.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝાએ સતર્ક અને નિષ્ઠાવાન કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ જાટની ફરજ પરના કાર્યની પ્રશંસા કરી અને મંડળ કક્ષાએ તેમને એવોર્ડ આપવાની ઘોષણા કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.