Western Times News

Gujarati News

અમદાવાદ સ્થિત વેસ્ટ મેનેજમેન્ટ કંપની નેપ્રા રિસોર્સને પ્રતિષ્ઠિત ‘ગાર્બેજ ગુરુ એવોર્ડ 2019’ મળ્યો

ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી નેપ્રા દૈનિક 560 મેટ્રિક ટન જેટલો ડ્રાય વેસ્ટ પ્રોસેસ કરે છે અને પેપર, પ્લાસ્ટિક, પાઈપ્સ અને સિમેન્ટ માટે રો-મટિરિયલ ઈનપુટ્સ તૈયાર કરે છે

 ઓક્ટોબર 07, 2019 – અમદાવાદ સ્થિત અગ્રણી વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ કંપની નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડને નવી દિલ્હીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મતિથિના પ્રસંગે આયોજિત એક સમારંભમાં પ્રતિષ્ઠિત ‘ગાર્બેજ ગુરૂ એવોર્ડ 2019’ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતમાં ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ બિઝનેસમાં અગ્રણી રહેલી નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ વતી તેના સીઈઓ શ્રી સંદિપ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ માનનીય શ્રી રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

નેપ્રાએ 11 વર્ષ પહેલાં ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ્સ ઉદ્દેશ સાથે અમદાવાદથી સફર શરૂ કરી હતી અને આજે તે ભારતમાં ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસમાં અગ્રણી છે. કંપની ચાર શહેરો અમદાવાદ, ઈન્દોર, પૂણે અને જામનગરમાં દૈનિક 560 મેટ્રિક ટન ડ્રાય વેસ્ટ (સૂકો કચરો) પ્રોસેસ કરે છે.

કચરાના એકત્રીકરણ બાદ પેપર, પ્લાસ્ટિક પાઈપ્સ, ઘરેલુ ચીજવસ્તુઓ, કચરો એકત્રિત કરવાની થેલીઓ, ધાતુઓ અને સિમેન્ટ જેવા વિવિધ પ્રકારના ઉદ્યોગો માટે કાચી માલસામગ્રી તૈયાર થાય છે. અર્થતંત્રના પિરામિડમાં છેક તળિયે રહેલા કચરો વીણનારા સમુદાયને કંપનીએ ગૌરવપૂર્ણ રીતે જીવવા અને આજીવિકા કમાવવા માટે સંગઠિત કર્યા છે. એકત્રિત થતા તમામ કચરા પૈકી 50 ટકા કચરો પ્લાસ્ટિક, 40 ટકા પેપર અને બાકીનો ગ્લાસ, રબર, ધાતુ અને કપડાંનો હોય છે.

સ્વચ્છ ભારતના આગેવાનોની સરાહના કરવા માટે સફાઈગીરી એવોર્ડ્સ શરૂ કરવામાં આવ્યા હતા. તેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાના ક્ષેત્રે પરિવર્તનો લાવનાર અને સ્વચ્છતા સાથે સંકળાયેલા લોકોના જીવનને સ્પર્શતા મુદ્દાઓ સામે લડત ચાલુ રાખનારા લોકો તથા સંગઠનોના અથાક પ્રયાસોને પ્રદર્શિત કરવાનો તથા તેની સરાહના કરવાનો છે. એવોર્ડ્સની પાંચમી આવૃત્તિમાં કુલ 16 કેટેગરી હતી.

નેપ્રા રિસોર્સ અદ્વિતીય મટિરિયલ રિકવરી ફેસિલિટી (એમઆરએફ) ધરાવે છે જે લેટેસ્ટ ટેકનોલોજી અને રિસાયકલિંગની મદદથી કચરાને અલગ તારવે છે. જે કચરો પુનઃઉપયોગમાં ન લઈ શકાય તેનો બાંધકામને લગતા કામો માટે વપરાતી વસ્તુઓ બનાવવા સિમેન્ટ ઉદ્યોગોને મોકલવામાં આવે છે

જેથી જમીન પર કોઈપણ પ્રકારનો કચરો ફરીથી પડવાનો અવકાશ ન રહે. આઈટી અને એપ બેઝ્ડ ઈન-હાઉસ ટેકનોલોજીકલ સોલ્યુશનથી કચરાનું એકત્રીકરણ, છૂટા પાડવાની પ્રક્રિયા અને તે કચરો જમીન પર ફરીથી ન પડે તે પ્રકારે રિસાયકલિંગ કરવાની સમગ્ર વેલ્યુ ચેઈનને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાઈ છે. કંપની અનેક મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજી ખાનગી કંપનીઓ સાથે સંકળાઈને ઘનિષ્ઠપણે કામ કરી રહી છે અને પર્યાવરણના ક્ષેત્રે તેમના માપદંડોને જાળવી રાખવા મદદરૂપ થઈ રહી છે.

નેપ્રાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ સાથે વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રે નક્કર કામગીરી સાથે તેની આગવી છાપ ઊભી કરી છે. સંસ્થા આ એવોર્ડનો શ્રેય એએમસીના બે અગ્રણી અધિકારો શ્રી મુકેશ ગઢવી (જીએએસ), ડેપ્યુટી કમિશ્નર અને શ્રી હર્ષદ રાય સોલંકી, ડિરેક્ટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને આપવા માંગે છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનના લીધે જ સંસ્થા શહેરમાં વેસ્ટ મેનેજમેન્ટની સમગ્ર વેલ્યુ ચેઈન ઊભી કરવાની ક્ષમતા કેળવી શકી છે અને તેમના માર્ગદર્શન અને સહયોગે જ સંસ્થાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.