હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીમાં PI કોલ્ડ્રીંક પીતા ઝડપાયા, જજે ઝાટકણી કાઢી
અમદાવાદ, ચાલુ કોર્ટમાં સુનાવણી દરમિયાન પીણું પી રહેલ ટ્રાફિક પોલીસ અધિકારી પ્રત્યે મુખ્ય ન્યાયાધીશે નારાજગી દર્શાવતા ઝાટકણી કાઢી છે. બે મહિલા અને માર મારવાને મામલે કોર્ટના આદેશ પ્રમાણે પીઆઇ કોર્ટમાં હાજર રહ્યા હતા.
જે દરમિયાન તેઓ કઈ રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવ્યું અને કહ્યું કે લાગી રહ્યું છે કે તેઓ કોકો કોલા પી રહ્યા હોય ! જે બાદ આ પોલીસ અધિકારીના વલણ સામે કોર્ટે કહ્યું કે જાે પ્રત્યક્ષ રીતે ચાલુ હોત તો શું તેઓ કોકો-કોલા લઈને આવ્યા હોત ! તેમના ઉપરી અધિકારી હાજર છે, તેમ છતા તેઓ જાણે કેફેેમાં હોય તે રીતે વર્તન કરી રહ્યા છે.. કોર્ટ ચીફ સેક્રેટરી ને શિસ્ત ભંગના પગલાં લેવા પણ કહેશે’.
હાઈકોર્ટનાના નિર્દેશ બાદ અમદાવાદ એસ.જી.હાઈવે ટ્રાફિક પોલીસના પીઆઇ સહિત બે પોલીસ કોન્સ્ટેબલ વર્ચ્યુઅલ કોર્ટમાં હાજર હતા.
જેમાં ટ્રાફિક પોલીસના પીઆઇ ચાલુ કોર્ટ દરમિયાન કંઈક પી રહ્યા હતા. જેની સામે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે પોલીસ અધિકારીના વર્તન પ્રત્યે નારાજગી દર્શાવી. આ મામલે ચીફ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી.
જે બાદ અધિક સરકારી વકીલ તરફથી તેમના વતી માફી પણ માંગી. સરકારી વકીલે કહ્યું કે, આમ પણ તે ચિંતામાં છે, જેની સામે ચીફ જસ્ટિસે જવાબ આપતા કહ્યું કે ‘હવે તેઓ વધુ મુશ્કેલીમાં મુકાશે, તેઓ અધિકારીને છોડશે નહિ’. સુનાવણી દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ હાજર હતા. જેથી એ પણ ટકોર કરવામાં આવ્યું કે તેમના ઉપરી અધિકારીની હાજરીમાં તેઓ જાણે કેફેમાં હોય એ પ્રકારે વર્તી રહ્યા છે, જે યોગ્ય બાબત નથી’.
જે બાદમાં કોર્ટે પોલીસ અધિકારીના આ વર્તન બદલ હળવી ટકોર કરતા કહ્યું કરી, ‘તેઓ બાર એસોસિએશનમાં કોકો કોલા કે અમુલ જ્યુસ-મિલ્કની ૧૦૦ ટીનનું વિતરણ કરે, ન હોય તો છેલ્લે સરકારી વકીલ ઓફિસમાં તે પહોંચાડે. માત્ર એટલું જ નહીં પરંતુ કોર્ટે એ પણ કહ્યું કે તે ટીન વકીલ પાસે પહોંચ્યા છે કે નહીં તે અંગે ખાતરી કરવામાં આવે.HS