અમદાવાદ CTM પાસેથી એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું: પાંચ પોલીસકર્મી સામેલ

આરોપીઓએ ડિલીવરી મેન તરીકે પોલીસનો ઉપયોગ કર્યો હતો ઃ મુંબઈથી ડ્રર્ગ્સનું કન્સાઈનમેન્ટ આવ્યું હતું
અમદાવાદ, રવિવારે વહેલી સવારે અમદાવાદના સીટીએમ ક્રોસ રોડ નજીક ૧ કરોડની કિંમતનું ૧ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં એક પોલીસકર્મી સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈને શંકા ન થાય તે માટે ડ્રગના વેપારીઓ ડ્રગ્સની ડિલિવરી માટે એક પોલીસકર્મીનો ઉપયોગ કરતા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે, ડ્રગ કન્સાઈનમેન્ટ લેવા માટે આવેલા અન્ય ચાર શખ્સો સાથે અમે પોલીસની પણ ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર બે આરોપીઓ જુના ડ્રગ માફિયા છે અને તાજેતરમાં પેરોલ પર જેલની બહાર આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ પેરોલ બહાર આવીને ફરીથી ગેરકાયદેસર ડ્રગના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. સાંચોરમાંથી ત્રણ અને ગુજરાતના સિદ્ધપુરમાંથી એકને સિદ્ધપુર ડ્રગ કન્સાઈનમેન્ટ સાથે પકડ્યા બાદ સિટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બીજીવાર આટલી કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી હતી ત્યારે તેઓને શંકા હતી કે રવિવારે સવારે જપ્ત કરાયેલા ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મુંબઈથી આવ્યું હતું. અમદાવાદમાં એક વર્ષ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ૧.૪ કિલો એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા હોવાનું સામે આવ્યું હતું. પુત્ર મુંબઈમાંથી ડ્રગ્સ મંગાવતો હતો.
જ્યારે પિતા ડ્રગ્સના કેરિયર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમીના મળી હતી કે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જેને લેવા બે શખ્સ એસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર આવશે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. ડ્રગ્સનું પેકેટ લેવા પહોંચ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને ઝડપી લીધા હતા. SSS