અમદાવાદ RTOમાં ટુ-વ્હીલરની નવી સિરિઝ માટે ઇ ઓકશનની તારીખ લંબાવવામાં આવી
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે મોટરકારની અત્રેની કચેરીમાં MLV કારમાં નવી સિરિઝ GJ01-WG અને મોટરસાયકલમાં નવી સિરિઝ GJ01-VW નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે.
જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ રજીસ્ટ્રેશન તા.૧૭ થી ૧૯ મે ૨૦૨૨ સુધીમાં અને ઑક્શન તા.૨૦ થી ૨૧ મે -૨૦૨૨ સુધીમાં કરવાનું હતું. જેમાં ટેકનીકલ કારણોસર ઉપરોકત તારીખમાં સુધારો કરીને નવી રજીસ્ટ્રેશનની બંધ થવાની તારીખ ૨૨ મે સુધી લંબાવવામાં આવી છે.
તેમજ ઑક્શન શરૂ થવાની તારીખ ૨૩/૨૪ મે ૨૦૨૨ કરવામા આવેલ છે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.