Western Times News

Gujarati News

અમદુપુરામાં રીક્ષા ગેંગે યુવકને લુંટી રસ્તા પર ફેંકી દીધો

(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડા ખાતે રહેતા એક વ્યક્તિને રીક્ષામાં બેસાડીને રીક્ષા ચાલક ગેંગે લુંટી લેવાની ઘટના બની છે. રીક્ષાચાલક તથા તેના સાગરિતોએ રીક્ષામાં બેસાડયા બાદ તેની પાસેથી લેપટોપ ઉપરાંતની વસ્તુઓ ઝુંટવીને ચાલુ રીક્ષામાંથી ધક્કો મારી દેતાં યુવાન ઈજાગ્રસ્ત થયો હતો.

ભોગ બનનાર રમણકુમાર શર્મા નરોડા ક્રોસીગ નજીક રહે છે અને સરખેજ બાવલા હાઈવે પર મેનેજર તરીકે નોકરી કરે છે રક્ષાબંધનના દિવસે પોતાના મૂળ વતન અંકલેશ્વર જઈ બીજા દિવસે કાલુપુર સ્ટેશને ઉતર્યા બાદ રજનકુમાર એક રીક્ષામાં બેઠા હતા જેમાં અગાઉથી જ અન્ય્‌ ત્રણ શખ્સો પણ બેઠા હતા.

રાત્રે સવા બારના સુમારે રીક્ષા કાલુપુર બ્રીજ પર થઈ અમદુપુરા અને સવાર બાર વાગ્યાની આસપાસ વિજયમીલ ખાતે પહોચી હતી ત્યારે અગાઉથી જ નકકી હોય તેમ રીક્ષાચાલકે વિજયમીલ નજીક નાળીયામાં રીક્ષા ઉભી રાખી હતી અને તેના ત્રણ સાગરીતો સાથે મળી રમણકુમારને ડરાવી ધમકાવી માર માર્યો હતો ઉપરાંત તેનું લેપટોપ, મોબાઈલ અન્ય દસ્તાવેજા તથા ર૦૦૦થી વધુની રોકડ રકમ લુંટી લીધી હતી બાદમાં ચાલુ રીક્ષાએ તેમને ધક્કો મારીને લુંટારુ રીક્ષાગેંગ ભાગી ગઈ હતી. બાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશને પહોંચી તેઓએ લુંટની ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.