અમદુપુરા બ્રીજ પાસે ભારતખંડ મિલમાં એક જ દિવસમાં આગનાં બે બનાવ
અમદાવાદ, શુક્રવાર સવારે આગ લાગ્યા બાદ સાંજે ફરી થી આગ લાગી. છેલ્લા ત્રણ દિવસમાં આ સ્થળે આગ નો ચોથો બનાવ છે. શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતી હોવાના પ્રાથમિક અહેવાલ જાહેર થયા છૅ. મીલ માં કોટન વેસ્ટ, પ્લાસ્ટિક દાણા ના વેપારીઓના દુકાન/ગોડાઉન છે. તેમજ ફાયર સેફટીની વ્યવસ્થા નો સદંતર અભાવ અને તેને પરીણામે ફેલાઇ જતી આગ બુઝાવવા માટે , લાખ્ખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. જે માટે સંબંધિતો સામે તપાસ કરવાને બદલે સમગ્ર તંત્ર મુક પ્રેક્ષક બની રહ્યું છે. ભુતકાળમાં આજ જગા ઉપર એક જ વર્ષમાં અનેક વખત આગની 10 થી વધુ ઘટનાઓ બનેલી છે.
આ સ્થળે ફાયર સેફ્ટી ના નિયમ અનુસાર પુરતા સાધનો નથી અને આજુબાજુ માં 150 થી વધુ કાચા મકાનો ઝુપડા , પ્લાસ્ટિક બેરલ ની, તાડપત્રી ની ફેક્ટરી , રૂના ગોડાઉન કોટન વેસ્ટ ગોડાઉન આવેલા છે , જેમાં મહદ્દઅંશે ફાયર એન ઓ સી નથી , ગીચ વિસ્તાર છે, ફાયર ના વાહનો લાવવા લઇ જવાની મુશ્કેલી પડે છે..આ અસામાન્ય સંજોગોમાં નોટીસ આપવા અને સીલ મારવા દોડતા કોર્પોરેશન ના તમામ ખાતા એ મૌન ધારણ કર્યું હોય એવુ લાગી રહ્યું છે.
છેલ્લા પાંચ વર્ષથી આગના બનાવોમાં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે એ હકીકત સામે , જે તે ધંધાકીય એકમો, બહુમાળી અને ઓછી ઉંચાઈ ધરાવતા વ્યાપારીક, રહેણાક એકમો, હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલો, ગોડાઉનો વિગેરે જેવી જગાઓના સ્થળ ઉપર જ નિયમ અનુસાર ની ફાયર સેફ્ટી નો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ ગયેલ, અથવાતો એક યા બીજા પ્રકારે મર્યાદા માં રહેલા કોર્પોરેશન ના ઉચ્ચ વહીવટી, સત્તા અને વિપક્ષ લાચાર કેમ છે ? મૌન કેમ છે ? મજબૂર કેમ છે ? અસહાય કેમ છે ? જે હવે જગ જાહેર ચર્ચાઇ રહ્યું છે.*
બેદરકારી ને કારણે , અવારનવાર લાગતી આગો માં ફાયર બ્રિગેડ , પોલીસ કે એફ એસ એલ દ્વારા હકીકત તપાસ કરવાને બદલે ટેકનીકલ કારણોસર લાગેલી આગ બતાવી ને કોને અને કોના કહેવાથી સરકારી અધિકારીઓ દ્વારા મદદ કરવા પાછળ ની ખરી હકીકત જાણવા મળશે ખરી ? છેલ્લા એક વર્ષ માં આગ લાગવાના 12 કરતા વધુ બનાવ..જેવી ગંભીર આગની ઘટનાઓની હકીકત વચ્ચે, ચોરી , લુંટફાટ, બળાત્કાર, છેતરપીંડી, આર્થિક ગુનાખોરી જેવી અનેક ગુનાહિત ઘટનાઓ માં અગ્રેસર બની રહેલ અમદાવાદ ના લોકોને , મ્યુનિસિપલ તંત્ર દિન પ્રતિદીન વધતા આગના બનાવોમાં સામે ફાયર સેફ્ટી ની સલામતી પુરી પડાવી સુરક્ષિત રાખી શકશે ? જે એક ગંભીરતા પૂર્વક સમજી જવાનો સમય અમદાવાદીઓ માટે આવી ગયો છે. એવુ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.