અમદ્દુપુરામાં DSP ઝોન ૩ની કાર્યવાહીઃ ૭૮,૫૦૦નાં મુદ્દામાલ સાથે ૭ જુગારીની અટક
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃત્તિઓ મોટાભાગના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે ખાસ કરીને જુગારના અડ્ડા જ્યા ત્યા ફુટી નીકળ્યા છે તંત્રની કાર્યવાહી છતા આવી પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શક્યા નથી જુગારધામના સંચાલકો વારંવાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરે છે આ પરીસ્થિતિમાં ખોખરા શહેર કોટડા વાડજ અમરાઈવાડી વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી કરી જુગારધામ પરથી મોટા મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ઉપરાંત જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખોખરા પોલીસે બાતમીના આધારે ખોખરા ગામમાં બાલભવન નજીક કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો પાડીને હેમંત દવે અપૂર્વ સોલકી શૈલેષ પરમાર, મહેશ ઠાકોર, હર્ષદ પટેલ અને અજય માળીની અટક કરી હતી ઉપરાંત સ્થળ પરથી રોકડ રકમ ૫૭ હજારથી વધુ પણ જપ્ત કર્યા હતા પોલીસને જાેઈને જુગારીઓ ભાગવા જતા હતા જાે કે તમામને ઝડપી લેવાયા હતા.
શહેર કોટડા પોલીસની હદમાં ડીએસપી ઝોન ૩ની ટીમે માહીતીને આધારે રેઈડ કરી હતી પ્રદીપ પરમાર નામનો સંચાલક બુદ્ધનગર, જીનીંગપ્રેસ નરોડા રોડ ખાતે આવેલા પોતાના ઘરે જ જુગાર રમાડતો હતો પોલીસે કરેલી કાર્યવાહી પ્રદીપ ઉપરાંત અનીલ પરમાર, નિલેષ અમીન, યોગેશ ડોડીયા, નરેન્દ્ર ડોડીયા, નન્નુ પરમાર અને મનોજ પરમારને પણ ઝડપી લેવામા આવ્યા છે આ તમામ શહેર કોટડા વિસ્તારમાં જ રહેવાસી છે પોલીસે જુગાર ધામ પરથી ત્રણ મોબાઈલ ફોન જુગારના સાધનો ઉપરાંત રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૭૮૫૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો છે જેની ફરીયાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
વાડજ પોલીસે પણ આવી જ કાર્યવાહી કરતા સરદારનો ટેકરો, અંબેમાતાના મંદીર નજીક રેઈડ કરી હતી જ્યાથી ૩૦ હજાર રૂપિયાની વધુના મુદ્દામાલ સાથે પુરુષ ઉપરાત મહીલા જુગારીઓની પણ અટક કરી હતી જેમાં ચેતન કુલમાણી, વિશાલ સિંધી સુખવીન્દ્ર ગીલ જ્યોતી ભટ્ટી, સંજય પરમાર મુકેશ પરમાર પ્રકાશ રાવત અને જ્યોતિ પરમાર સામેલ છે મહીલાઓની પણ જગાર રમતા જાેઈ દરોડા પાડવા ગયેલી પોલીસ ચોકી ગઈ હતી.
અમરાઈવાડી પોલીસે શનિવારે રાતે સ્વસ્તિક ચાર રસ્તા નજીક દરોડો પાડ્યો હતો અને જીગ્નેશ પરમાર, મહેન્દ્ર રાઠોડ ભરત પરમાર અશોક મકવાણા હર્ષદ પરમાર નામના શખ્શોને ઝડપી લીધા હતા