Western Times News

Gujarati News

અમને કોઈપણ ઉશ્કેરશે તો અમે તેને છોડીશું નહીં

નવી દિલ્હી, અમે કોઈને ઉશકેરીશું નહીં, પણ કોઈ અમને ઉશકેરશે તો અમે છોડશું નહીં. કોઈએ દેશની એક ઇંચ જમીન પર કબજાે કર્યો નથી. આપણી જમીન પર કબજાે કરવાનો પ્રયાસ કરશે તો અમે છોડીશું નહીં. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે લખનઉના જૌનપુરમાં એક કાર્યક્રમમાં આ વાત કહી છે.

રાજનાથ સિંહે કહ્યુ કે, ભારતે દુનિયાને દેખાડ્યું છે કે તે એક મજબૂત દેશ છે. રક્ષામંત્રીના આ નિવેદનને પાકિસ્તાન સાથે જાેડીને જાેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે આપણા પાડોશીઓ સાથે સારો સંબંધ ઈચ્છીએ છીએ.

ભારત ન ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો છે, ન કોઈ દેશની જમીન પર કબજાે કર્યો છે. પાડોશીઓની સાથે સારા સંબંધ ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને સમજતા નથી.

રક્ષાંત્રીએ કહ્યુ કે, મને નથી ખ્યાલ આ તેની આદત છે કે સ્વભાવ. પાકિસ્તાનનું નામ લેતા રક્ષામંત્રીએ કહ્યુ કે, તે આતંકવાદી ગતિવિધિઓના માધ્યમથી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરતું રહે છે. તેને આકરો સંદેશ આપી દેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે અમે પશ્ચિમી સરહદ પરના અમારા પાડોશીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાે તે સરહદ પાર કરશે તો અમે માત્ર સરહદો પર જ જવાબી કાર્યવાહી નહીં કરીએ, પરંતુ તેના ક્ષેત્રમાં ઘૂસીને સર્જિકલ અને હવાઈ હુમલા પણ કરીશું.

ચીનનું નામ લીધા વિના સંરક્ષણ પ્રધાને કહ્યું કે, અમારો બીજાે પાડોશી છે, જે વસ્તુઓને સમજી શકતો નથી. રાજનાથ સિંહે કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જાે દુનિયાનો કોઈ દેશ આપણી એક ઈંચ પણ જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.