Western Times News

Gujarati News

અમરનાથ યાત્રાને લઇને ધમકી, આતંકવાદી સંગઠનનો પત્ર સામે આવ્યો

શ્રીનગર, અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઇને ખાસ વ્યવસ્થા બનાવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થા અને યાત્રાની વ્યવસ્થાને લઇને મહત્વની યોજના બનાવામાં આવી છે. આ વખતે અગાઉના સમય કરતા ૧૫ ટકા વધુ સુરક્ષાદળોના જવાનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

ત્યારે અમરનાથ યાત્રાને લઇને ટીઆરએફ આતંકવાદી સંગઠને ધમકી ભર્યો પત્ર જાહેર કર્યો છે. પત્રમાં આતંકવાદી સંગઠન તરફથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ પ્રહાર કર્યા છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ યાત્રા વિરૂદ્ધ નથી, પરંતુ તીર્થયાત્રીઓ ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દામાં સામેલ નહીં થાય.

અમરનાથ યાત્રા ૩૦ જૂનથી શરૂ થવા જઇ રહી છે જે ૧૧ ઓગસ્ટે સમાપ્ત થશે. ૪૩ દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા પહેલાથી જ વધવાની આશા છે. આ વખતે રામબન અને ચંદનવાડીમાં કેમ્પ મોટા હશે. જેને જાેતા સુરક્ષાના જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

બાર-કોડ સિસ્ટમની સાથે RFID ટેગ અને તીર્થયાત્રીઓ પર નજર રાખવા માટે ઉપગ્રહ ટ્રેકર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યાત્રાના રસ્તે અને શિબિર સ્થળો પર સીસીટીવ કેમેરા પણ લગાવવામાં આવશે. આ સિવાય કાશ્મીરમાં સુરક્ષા ખાતરી કરવા માટે CRPFની ૫૦ વધુ કંપનીઓ સામેલ કરવામાં આવી છે.

અમરનાથ યાત્રા વર્ષોથી આતંકવાદીઓના નિશાને રહી છે. વર્ષ ૨૦૦૦માં પહલગામ બેઝ કેમ્પમાં આતંકવાદી હુમલામાં ૧૭ તીર્થયાત્રીઓ સહિત ૨૫ લોકો માર્યા ગયા હતા. ત્યારે, જુલાઈ ૨૦૧૭માં યાત્રી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં ૭ તીર્થયાત્રી માર્યા ગયા હતા.HS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.