અમરનાથ યાત્રા જુલાઇમાં જ બે લાખથી વધુ દ્વારા દર્શન
જમ્મુ : અમરનાથ યાત્રામાં જુલાઇ મહિનામાં જ હજુ સુધી ૨૦૫૦૮૩ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આની સાથે જ જુલાઇ મહિનામાં સૌથી વધારે શ્રદ્ધાળુઓદ્વારા દર્શનનો રેકોર્ડ સર્જાયો છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ થઇ હતી. ત્યારબાદ છેલ્લા ૧૬ દિવસમાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ રેકોર્ડ સંખ્યામાં પહોંચી રહ્યા છે.
હજુ પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે. બીજી બાજુ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ હજુ સુધી જુદા જુદા કારણોસર ૧૬ શ્રદ્ધાળુઓના મોત થઇ ચુક્યા છે. આજે સવારમાં સઘન સુર૭ા વચ્ચે ૧૯૭૨ શ્રદ્ધાળુઓ બલતાલ માટે રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૬૧૨ શ્રદ્ધાળુઓ પહેલગામ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.
અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જાતા રહે છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી.
આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા.
ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.
ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે. અમરનાથ યાત્રા શરૂ કરવામા ંઆવ્યા બાદથી હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ વખતે આ આંકડો રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી શકે છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી.
અમરનાથ યાત્રા ૪૫ દિવસ સુધી ચાલનાર છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે બે એસ્કોર્ટમાં ખીણ માટે ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. અમરનાથ યાત્રામાં આ વખતે જુદા જુદા કારણોસર ૧૬ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જેમાં જુદા જુદા રાજ્યોના શ્રદ્ધાળુઓ સામેલ છે. અમરાથ યાત્રા ૪૫ દિવસ સુધી ચાલ્યા બાદ રક્ષા બંધનના દિવસે પૂર્ણ થનાર છે. કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઇએ પવિત્ર ગુફા છે.