અમરનાથ યાત્રા પર સ્ટિકી બોમ્બનો ખતરો હોવાની ચેતવણી
નવી દિલ્હી, આ વખતે અમરનાથ યાત્રામાં વધારે ભાવિકો ભાગ લે તેવી શક્યતાઓ છે ત્યારે કેન્દ્રીય સુરક્ષા દળ સીઆરપીએફ દ્વારા અમરનાથ યાત્રાને લઈને ચેતવણી આપવામાં આવી છે. સીઆરપીએફનુ માનવુ છે કે, આ વખતે અમરનાથ યાત્રામાં સ્ટિકી બોમ્બ બહુ મોટો ખતરો બની શકે છે
અને તેને પહોંચી વળવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.સીઆરપીએફ દ્વારા આ વખતે યાત્રાની સુરક્ષા માટેની ક્વિક રિસ્પોન્સ ટીમોની સંખ્યા વધારવાનો ર્નિણય લેવાયો છે. સીઆરપીએફના આઈજી પીએસ રંપિસેએ કહ્યુ હતુ કે, સ્ટિકી બોમ્બને પહોંચી વળવાનો પડકાર મોટો છે.
કારણકે આ બોમ્બ જવાનોની સાથે સાથે લોકોને પણ મોટુ નુકસાન પહોંચાડી શકે તેમ છે. સીઆરપીએફ દ્વારા પોતાના તમામ યુનિટોને એલર્ટ કરી દેવાયા છે.