Western Times News

Gujarati News

અમરનાથ યાત્રા રદ, પવિત્ર ગુફાના દર્શન આ વર્ષે નહીં થાય

File

જમ્મુ: કોરોના વાયરસના ચેપને કારણે વિશ્વ વિખ્યાત અમરનાથ યાત્રા ૨૦૨૦ રદ કરવામાં આવી હતી. જોકે, હવે સુધી એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી કે આ વર્ષે આ યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૩ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દરમિયાન શુક્રવારે યાત્રા માટે ‘પ્રથમ પૂજા’ પણ યોજવામાં આવી હતી. એવામાં અચાનક જ અમરનાથજી શ્રાઇન બોર્ડ (એસએએસબી) ના અધિકારીઓએ આ યાત્રા રદ કરવાની જાહેરાત કરી હતી.

ભગવાન ભોલેનાથ ૨૦૨૦ ની પવિત્ર અમરનાથ યાત્રા દર વર્ષે જૂન મહિનામાં શરૂ થતી હતી. આ પહેલાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ અમરનાથ શ્રાઇન બોર્ડે પવિત્ર ગુફાની યાત્રા રદ કરવાનું કહ્યું હતું. આ અંગે એક અખબારી યાદી પણ બહાર પાડવામાં આવી હતી.

જો કે, તેના થોડા સમય પછી જમ્મુ-કાશ્મીર ઇન્ફર્મેશન ડિરેક્ટોરેટે રદ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો હતો. અમરનાથ હિન્દુઓનું એક મુખ્ય તીર્થસ્થાન છે. દર વર્ષે જૂન મહિનામાં અમરનાથ શ્રાઇન બોર્ડ અમરનાથ યાત્રાનું આયોજન કરે છે. અમરનાથ યાત્રા માટેની નોંધણી પ્રક્રિયા દર વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયાથી શરૂ થાય છે, જોકે આ વખતે કોરોના રોગચાળાને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકી નહતી. ૨૦૦૦ માં, અમરનાથ શ્રાઇન બોર્ડની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાને કારણે અમરનાથ યાત્રાને વચ્ચેથી અટકાવવી પડી હતી. યાત્રા બંધ થઈ ત્યાં સુધીમાં લગભગ ૩.૫૦ લાખ યાત્રાળુઓ બરફાની બાબાની દર્શન કર્યા હતા. દર વર્ષે દેશભરમાંથી તથા વિશ્વના વિવિધ દેશોમાંથી ભક્તો પવિત્ર અમરનાથ યાત્રા માટે આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.