અમરાઇવાડીમાં નવજાત બાળકીનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો

Files Photo
અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડીમાં શિવાનંદનગર વિસ્તારની એક ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે . જેમાં ઘટના સ્થળ પર સ્થાનિકોએ જાણ કરતા પોલીસ ત્યાં પહોચી હતી તેમજ તાજા જન્મેલા બાળકને ત્યજી દેવા અંગેનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
સફાઇ દરમિયાન જ કર્મચારીઓને એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ટોળું એકઠું થયું હતું. ચર્ચા થઇ રહી હતી કે કોઇએ જન્મ છુપાવવા માટે આ બાળકીને ગટરમાં નાંખી દીધી હશે. ત્યારે સફાઇ કર્મીઓએ મૃત બાળકીને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ નજીકના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાંથી કોફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસ જવાનોએ આવીને સ્થાનિક લોકોની અને સફાઇ કર્મચારીઓની પ્રાથમિક પુછપરછ કરી હતી. ત્યાર બાદ પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે નવજાત બાળકને ત્યજી દેવાની આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ આવા અનેક મુત બાળકોમળી આવ્યા છે પરંતુ પોલીસ દ્વારા તે ગુના હજુ શોધી શકાયા નથી.