અમરાઈવાડીની મંદબુદ્ધિની યુવતિ પર અપંગ યુવકે બળાત્કાર ગુજાર્યો

ભુલી પડેલી યુવતિને ઘરે મુકવા જવાના બહાને અપંગ યુવક અજ્ઞાત સ્થળે લઈ ગયો : પોલીસે શરૂ કરેલી સઘન તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહયા છે ખાસ કરીને સગીરાઓની છેડતી ના કેસોમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક મંદબુદ્ધિની બાળા ઘરેથી નીકળ્યા બાદ ભુલી પડી મણિનગર પહોંચી હતી અને ત્યાંથી એક શખ્સ તેને ઉપાડી ઘરે પરત લાવવાના બહાને લઈ ગયો હતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતા સનસનાટી મચી ગઈ છે આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જાેગણી માતાના મંદિર પાસે આવેલી ત્રિવેણીની ચાલીમાં રહેતા રૂખીબેનના સંતાનમાં બે પુત્રો હતા જેમાંથી એક પુત્રનું અવસાન થતાં તેની પત્નિ બે પુત્રીઓને લઈ પિયર જતી રહી હતી. જયારે એક પુત્રી રૂખીબેન પાસે જ રહેતી હતી આ યુવતિ માનસિક રીતે અસ્થિર હોવાથી તેની વિશેષ દેખભાળ કરવામાં આવતી હતી
તા.રજી ના રોજ રૂખીબેન કામસર સારંગપુર ગયા હતાં અને રાત્રે ૮.૦૦ વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે આ છોકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેના પરિણામે પરિવારજનો ચિંતિત બન્યા હતા અને મોડીરાત સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી બીજીબાજુ મંદબુદ્ધિની આ યુવતિ ઘરેથી નીકળ્યા બાદ કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસે પહોચી ગઈ હતી અને તે અમરાઈવાડી જાગણીમાતાનું મંદિર બોલતી હતી.
તેથી એક મહિલાએ તેને રોકી હતી અને આ દરમિયાન એક અપંગ વ્યક્તિ સાયકલવાળુ સ્કુટર લઈને પસાર થઈ રહયો હતો તેને અટકાવ્યો હતો આ શખ્સનું નામ મંગેશ ઓમપ્રકાશ હતુ અને તે પોતે અમરાઈવાડી વિસ્તારમાં જ રહે છે જેના પરિણામે આ યુવતિને તેની સાથે મોકલી આપી હતી.
યુવતિને લઈ રાત્રે ૩.૦૦ વાગ્યાની આસપાસ મંગેશ જાગણી માતાના મંદિર પાસે આવી પહોંચ્યો હતો આ દરમિયાનમાં રૂખીબેનની પુત્રવધુ તેને જાઈ ગઈ હતી યુવતિના કપડા પણ માટીવાળા થઈ ગયેલા જાેવા મળ્યા હતા જેના પરિણામે શંકા ગઈ હતી.
રૂખીબેને આ યુવતિને પુછતા તેણે તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હોવાનું સમજાવ્યું હતું જેના પરિણામે રૂખીબેન ચોંકી ઉઠયા હતાં બીજીબાજુ મંગેશની પુછપરછ શરૂ કરવામાં આવી હતી અને પુછપરછ દરમિયાન તે ભાંગી પડયો હતો અને તેણે કબુલ્યુ હતું કે તે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પરથી આ યુવતિને લઈ સ્કુટરમાં બેસાડી રીંગરોડ બાજુ લઈ ગયો હતો અને ત્યાં તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું આ અંગે રૂખીબેને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.