Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં જુની અદાવતમાં યુવકની હત્યાનો પ્રયાસ

પ્રતિકાત્મક

રાતના અંધારામાં યુવક પર છરી- ચાકુ વડે હુમલો

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ડર જ ન હોય એ રીતે વર્તન કરી રહયા છે ત્યારે અમરાઈવાડીમાં જુની અદાવતમાં બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાંથી એકને આડેધડ ચપ્પાના ઘા મારવામાં આવતા તેને દાખલ થવાની ફરજ પડી છે પોલીસે આ અંગે ગુનો નોંધી ચાર શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

રાકેશ નારણભાઈ મદ્રાસી વકીલની ચાલી, હાટકેશ્વર, અમરાઈવાડી ખાતે રહે છે તેને છેલ્લા કેટલાય સમયથી ઘરની નજીક રહેતા રાકેશ નાડીયા સાથે ઝઘડો ચાલતો હતો સોમવારે રાત્રે રાકેશ પોતાના પિતરાઈ ભરત સાથે મોટર સાયકલ ઉપર મિત્ર વિજયને રબારી કોલોની ખાતે મુકીને ઘરે આવતો હતો ત્યારે રાકેશ નાડીયા તેનો સાળો પ્રકાશ બલ્લુભાઈ મદ્રાસી ઉપરાંત બે શખ્સો અજય ટેનામેન્ટ નજીક આવેલી કચરાપેટી પાસે સંતાઈ ગયા હતા અને રાકેશ- ભરતનું મોટર સાયકલ ત્યાંથી પસાર થતાં જ ભરતના હાથ પર ડંડો મારતા બંને બાઈક સાથે ઘસડાયા હતા અને કંઈ સમજે એ પહેલાં જ રાકેશ મદ્રાસી ઉપર રાકેશ નાડીયા સહીતના શખ્સો છરી ચપ્પુ લઈ તુટી પડતાં રાકેશ લોહીના ખાબોચીયામાં ફસડાઈ પડયો હતો.

આ દ્રશ્ય જાેઈ ભરત પરીવારને જાણ કરવા ભાગ્યો હતો દરમિયાન બુમાબુમને પગલે લોકોનું ટોળુ થતાં ચારેય હુમલાખોરો ભાગી છુટયા હતા બાદમાં ભરત અને રાકેશનો મોટો ભાઈ તેને એલ.જી. હોસ્પીટલ પહોચ્યા હતા જયાં રાકેશની સારવાર ચાલી રહી છે. આ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.