અમરાઈવાડીમાં બેસણામાં બેસવા બાબતે પથ્થરમારો
અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં બેસણામાં બેસવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામ સામે આવી જતા જાેત જાેતામાં તેમની વચ્ચે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને નજીકના હોસ્પ્ટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસને મેસેજ મળતા તેઓ ઘટનાસ્થળ ઉપર દોડી જઈને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
અમરાઈવાડી વિસ્તારના જાેગેશ્વરી પાસે આ ઘટના બની હતી. તોફાની તત્વોએ ત્રણ જેટલા મકાનોમાં તોડફોડ પણ કરી હતી. જયારે પાંચ જેટલા વાહનોમાં તોડફોડ કરાઈ હતી.સમગ્ર જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બંને જૂથ વચ્ચે મામલો ઉગ્ર બની જતા સ્થાનિક પોલીસે તાત્કાલિક પરિસ્થતિને કાબુમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.