અમરાઈવાડીમાં સશસ્ત્ર ટોળાનો ત્રણ યુવકો પર જીવલેણ હુમલો
એલ.જી હોસ્પીટલમાં લોકોનાં ટોળેટોળા એકત્રઃ હુમલાખોરોને પકડવા માંગ |
અમદાવાદ : શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં ગતરાત્રે ત્રણ વ્યક્તિ ઉપર લુખ્ખા તત્વોએ હિંસક હુમલો કરરતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા જેના હમલા બાદ ધાયલ લોકોને એલ જી હોસ્પીટલમાં લઈ જવાયા હતા જ્યા લોકોનુ મોટુ ટોળું એકત્ર થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
રામરાજ્ય નગર નજીક આવેલાં શિવ શક્તિ એપાર્ટમેન્ટ આગળ ગઈકાલે ત્રણ વ્યક્તિઅે ઉભા હતા એ વખતે દસથી બાર લોકોનું હથિયાર બધ ટોળું ધસી આવ્યુ હતુ અને ત્રણેય કઈ સમજે એ પહેલા જ તેની ઉપર તલવારો તથા અન્ય તીક્ષણ હથિયારો વડે હુમલો કરતા તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા આઘટનાને પગલે હોબાળો મચી ગયો હતો યુવકો પર હુમલા બાદ હુમલાખોર ટોળું નાસી છુટ્યુ હતુ જ્યારે ફલેટના રહીશો ઉપરાંત યુવકોના પરીવારજનોને તેમની એલજી હોસ્પીટલમાં ખાતે પહોચ્યા હતા
જ્યા ફરજ પરના તબીબો ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલીક સારવાર શરૂ કરી હતી આ ઘટના બાદ એલજી હોસ્પીટલમાં ખાતે ત્રણેય પરીચિતોનુ મોટુ ટોળુ એકત્ર થઈ ગયુ હતુ અને તમામ લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો વાતાવરણમાં તંગદીલી વધતા કોઈએ અમરાઈવાડી પોલીસન જાણ કરતા તે ઘટના સ્થળે આવી પહોચી હતી બાદમાં ફરીયાદમાં નોધીને તમામ હુમલાખોરોને ઝડપી લેવા કાર્યવાહી આદરી છે.