અમરાઈવાડી બાદ ઓઢવમાંથી પણ ત્યજી દેવાયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલાં જ અમરાઈવાડી વિસ્તારમાંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી સ્ત્રીએ બાળકને ખુલ્લામાં ત્યજી દેતા પ્રાણીઓએ તેના શરીરને ચુંથી નાંખ્યુ હતુ. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ મૃતદેહનો કબજાે લઈ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને હજુ ગણતરીના દિવસો જ થયા છે ત્યાં હવે ઓઢવ વિસ્તારમાં પણ આવી જ ઘટના બની છે.
જેમાં ઓઢવ ગામના તળાવની પાછળ આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતાં મજુરોએ તાજેા જન્મેલા બાળકનો મૃતદેહ જાેયો હતો. પોલીસે હાલમાં ગુનો નોંધીને સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે હિતેશભાઈ પૃથ્વીરાજ સાલેયા ઓઢવ ગામ તળાવ સામે વીઆર એસ્ટેટમાં સ્ટીલની થાળી બનાવવાનું કારખાનું ધરાવે છે. ગુરૂવારે નિયક્રમાનુસાર તે પિતા સાથે ઘરે જમવા ગયા હતા. અને બપોરે બે વાગ્યાની આસપાસ કારખાને પરત ફરતા ત્યાં મજુરોનું ટોળું એકત્ર થયેલું જાેયુ હતુ. જેથી હિતેશભાઈએ આ અંગે પૂછપરછ કરતા કારખાની બહાર તરફ તાજુ જન્મેલું બાળક પડયુ હોવાની વાત જાણવા મળેી હતી.
જેથી હિતેશભાઈ પોતે જાેતા બાળકના મૃતદેહનો છાતી સુધીનો ભાગ જ ત્યાં પડ્યો હતો. અને બાકીનો ભાગ કોઈ જાનવરે કરડી ખાધો હોય એમ લાગી રહ્યુ હતુ. આ ઘટના બાદ હિતેશભાઈએ મજુરો અને સ્થાનિકોની પૂછપરછ કરી બાળક અહીં કેવી રીતે આવ્યુ એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈ ચોક્કસ માહિતી ન મળતાં કૂતરા આ મૃતદેહને લઈ આવ્યા હોવાનું અનુમાન કર્યુ હતુ.
તુરત બાદમાં તેમણે જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી. અને મૃતદેહનો કબજાે લઈને હાજર લોકોની પૂછપરછ કરી હતી. જાે કે કોઈ ખાસ માહિતી મળી નહોતી. આ ઘટના બાદ હિતેશભાઈની ફરીયાદના આધારે પોલીસે અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી રહી છે. ગણતરીના દિવસોમાં જ બે તાજા જન્મેલા બાળકોના મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં પણ તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે. અને આવી ઘટનાઓ શા માટે બની રહી છે એ સવાલ સૌ કોઈ કરી રહ્યા છે.