Western Times News

Gujarati News

અમરાઈવાડી માં સાવકા પિતાનો અગીયાર વર્ષીય બાળકી ઉપર બળાત્કાર

રાતે માતાની આંખ ખુલતા ઘટના બહાર આવીઃ છેલ્લા એક વર્ષથી પુત્રીને હવસનો શિકાર બનાવતો હતો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં સાવકા પિતાએ અગીયાર વરસની માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરીયાદનોંધાતા ચકચાર મચી જવા પામી છે. એક રાત્રે અચાનક માતાની આખં ખુલતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. માતાએ બાળકીની પૂછપરછ કરતા ફૂલ જેવી બાળકીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને છેલ્લા એક વર્ષથી રોજ રાતે તેને દુષ્કર્મ આચરતો હોવાની વાત કરતા માતા અને પરિવારના અન્ય સભ્યો પણ ડઘાઈ ગયા હતા. બાદમાં માતાએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં હવસખોર પિતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

સુરેખાબેન (પાત્રો નામ બદલ્યા છે) અમરાઈવાડીના અંબિકા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહે છે. તેમના પ્રથમ લગન ર૦૦૧ની સાલમાં થયા હતા. જા કે બે દિકરીના જન્મ બાદ મનમેળ ન રહેતા સુરેખાબેન પતિથી અલગ થયા હતા. અને ર૦૦૯માં પ્રેમસંબંધ બંધાયા બાદ દેવેન્દ્રસિંગ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. અને બંન્ને પુત્રી તથા પતિ સાથે હરિયાણા રાજસ્થાનના જયપુર ખાતે રહ્યા બાદ ચાર વર્ષથી અમદાવાદના અમરાઈવાડી ખાતે સ્થાયી થયા હતા. આશરે અઠવાડીયા અગાઉ સુરેખાબેનની માતા ઘરે આવ્યા ત્યારે નાની દિકરી મીશાએ પેટમાં દુઃખાવાની ફરીયાદ કરી હતી. જા કે એ સમયે કોઈએ ખાસ ધ્યાન આપ્યુ નહોતુ.

બુધવારે રાત્રે સુરખાબેને પરિવાર સાથે સુઈ ગયા હતા. અને રાત્રે અચાનક જ આંખ ખુલતા પતિ દેવેન્દ્રસિંગ તેની જગ્યાએ નહોતો. જેથી તેમણે જાતાં દેવેન્દ્ર અગીયાર વર્ષની પુત્રીની પાસે સુતો જાવા મળતાં સુરેખાબેને તેને આ અંગે પૃચ્છા કરીહ તી. ત્યારે દેવેન્દ્રએ મિશાનો ચહેરો જાતો હોવાનું જણાવ્યુ હતુ. જા કે રાતનો સમય હોઈ સુરેખાબેન એકલા હોવાથી તે રાત્રે સુઈ ગયા હતા.

અને સવારે બંન્ને પુત્રીને શાળાએ મુક્યા બાદ માતાને ફોન કરીને જાણ કરી ઘરે બોલાવી હતી. બાદમાં મિશાને શાળાએથી ઘરે લાવી તેની પૂછપરછ કરતાં હવસખોર દેવેન્દ્ર છેલ્લા એક વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનું જણાવ્યુ હતુ. ઉપરાંત જા કોઈને વાત કરશે તો મિશા અને તેની માતાને મારી નાંખવાની ધમકી આપતો હોવાનું પણ કહેતા સુરેખાબેન અને તેમની માતા ચોંકી ઉઠ્યા હતા.

આ ઘટના બાદ સુરેખાબેન અગીયાર વરસની પુત્રી મિશાને લઈને અમરાઈવાડી પોલીસ સ્ટેશને પહોંચીને વિકૃત માનસિકતાવાળા સાવકા
પિતા વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે પરિસ્થિતિની  ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક દેવેન્દ્રની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.