અમરાઈવાડી સહિત છ બેઠકો પર મતદાનનો પ્રારંભ
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી તમામ છ બેઠકો પર પ્રથમ બે કલાકમાં સરેરાશ ૯ ટકાથી વધુ મતદાનઃ અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની લાંબી લાઈનો લાગી |
(પ્રતિનિધિ) અમદાવાદ : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૬ બેઠકોની પેટા ચૂંટણીના પગલે અમદાવાદ સહિત છ જિલ્લાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયેલો છે આજે સવારથી જ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે અને ચૂંટણીપંચની બાજ નજર હેઠળ શાંતિપ્રિય વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. ઠેરઠેર મતદારોની લાઈનો જાવા મળી રહી છે પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં મતદારોમાં સવારના સમયે ઓછો ઉત્સાહ જાવા મળી રહયો છે
પરંતુ પ્રથમ કલાક બાદ મતદારો મતદાન કરવા માટે બહાર નીકળ્યા છે જેના પગલે મતદાન કેન્દ્રોની બહાર મતદારો લાઈનમાં ઉભેલા જાવા મળતા હતા. અમદાવાદ શહેરની અમરાઈવાડી બેઠકની પેટા ચૂંટણી માટે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહયો છે. છ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં કેટલાક સ્થળો પર ઈવીએમ ખોટવાતા મતદાન પર તેની અસર પડી છે. ગુજરાતમાં સૌથી વધુ ખરાખરીનો જંગ રાધનપુરની બેઠક પર જાવા મળી રહયો છે. અને આ બેઠક પર તમામ લોકોની નજર મંડાયેલી છે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે મુખ્ય બે હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકો જીતવા માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલતી હતી જેના પગલે આ તમામ બેઠકો પર રસાકસી ભર્યો જંગ ખેલાઈ રહયો છે. ખાસ કરીને રાધનપુરની બેઠક પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આ બેઠક પરથી અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ચુંટાયા હતાં.
પરંતુ તેમણે પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જાડાતા આ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણીમાં ભાજપે અલ્પેશ ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં
જયારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ રઘુ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતાં. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહયો છે. બંને પક્ષોના સ્થાનિક નેતાઓમાં ઉમેદવારોની પસંદગીને લઈ નારાજગી જાવા મળી રહી છે જેના પગલે મતદારો પણ અવઢવમાં જણાતા હતાં.
કોંગ્રેસ દ્વારા રઘુ દેસાઈને મેદાનમાં ઉતારાતા આ જંગ વધુ ખરાખરીનો બન્યો છે. રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં સવારથી જ મતદાન મથકો પર ભીડ જાવા મળી રહી છે. રાધનપુર ઉપરાંત અમદાવાદ શહેરની અમરાઈવાડીની બેઠક ઉપર પણ સવારથી જ મતદાન શરૂ થયું છે. અગાઉ આ બેઠક પરથી ચુંટાયેલા હસમુખ પટેલ સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી ત્યારબાદ આ બેઠક પર ભાજપે જગદીશભાઈ પટેલ અને કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે બંને ઉમેદવારોએ ખૂબ જ તનતોડ મહેનત કરી ચૂંટણી જંગને આક્રમક બનાવ્યો હતો.
જેના પગલે આજે સવારથી જ અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાઈનો જાવા મળી રહી છે અને બંને ઉમેદવારો વધુને વધુ મતદાન થાય તેવી આશા વ્યકત કરી રહયા છે. આજે સવારે સાંસદ હસમુખ પટેલ મતદાન કરવા આવી પહોંચ્યા હતાં ત્યારે તેમણે ભાજપની જીતની આશા વ્યકત કરી હતી.
આ ઉપરાંત બંને પક્ષોના ઉમેદવારોએ પણ મતદાન કર્યું હતું. સવારથી જ સમગ્ર અમરાઈવાડી વિસ્તાર તથા તેની આસપાસના વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખેરાલુ, અમરાઈવાડી ઉપરાંત બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થયું છે.
જાકે પ્રથમ કલાકમાં ઓછુ મતદાન થતાં જ રાજકીય પક્ષો મુંઝવણ અનુભવતા હતા અને મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા જાવા મળતા હતાં. ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે તમામ ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી હતી જાકે આજે સવારે અરવલ્લીમાં ચાર સ્થળો પર ઈવીએમ ખોટવાયા હતાં જેના પગલે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું.
આ અંગેની જાણ થતાં જ નિષ્ણાંતો તાત્કાલિક પહોંચી ગયા હતાં અને ઈવીએમને બદલવાની તૈયારીઓ શરૂ કરી હતી. બાયડ, ખેરાલુ, રાધનપુર, થરાદ વિધાનસભા મત વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો. પ્રથમ કલાક બાદ મતદાતાઓની લાઈનો જાવા મળી હતી અને લોકોમાં જાવા મળતા ઉત્સાહના પગલે સાંજ સુધીમાં સારૂ એવુ મતદાન થાય તેવુ મનાઈ રહયું છે.
વિધાનસભાની ૬ બેઠકોની પેટા ચૂંટણીમાં કેટલાક મત વિસ્તારો રાજકીય પક્ષોના ગઢો છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે મતોના ધ્રુવીકરણના કારણે પરિણામ ચોંકાવનારા આવશે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહયા છે.
આજ સવારથી જ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન શરૂ થયું છે. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે અને ત્યારબાદ તમામ ઈવીએમ ઉમેદવારોની હાજરીમાં સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવશે. તા.ર૪મી ઓકટોબરના રોજ મતગણતરી થવાની છે.