અમરિંદર સિંહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત સંભવ
નવીદિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હી પહોંચ્યા છે . સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર કેન્દ્રીય કૃષિ કાયદા અને પંજાબની બોર્ડર સ્થિતીને લઈને વડાપ્રધાન મોદી સાથે કેપ્ટન અમરિંદરની મુલાકાત સંભવ છે. આ અગાઉ કેપ્ટન અમરિંદર સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મુદ્દાને લઈને ચિઠ્ઠી લખી ચુક્યા છે.
આ અગાઉ પંજાબના મુખ્યમંત્રી રહેતા કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પંજાબની સરહદી સીમા સુરક્ષા અને સીમા પાર કરતા આતંકી ખતરા પર વધારે ધ્યાન આપવાની વાત રાખી હતી. સાથે જ તેમણે પોતાના પત્રમાં કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવાનો પણ આગ્રહ રાખ્યો હતો. આ મામલાને હલ કરવા માટે કેપ્ટને સર્વદલિય બેઠક બોલાવાની વાત કહી હતી.
આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે.
રાજકીય ગલીઓમાં આ વાતની ચર્ચા ખૂબ ચગી છે કે અમરિંદર સિંહ આગામી ચૂંટણીમાં ભાજપને બહારથી ટેકો આપી શકે છે.તો વળી ખેડૂત આંદોલનમાં કૃષિ બિલ વિરુદ્ધ ઊભેલા અમરિંદરથી ભાજપ એ વાતના સપના જાેઈ રહ્યુ છે કે, તેને ખતમ કરવા માટે કોઈ વચ્ચેનો રસ્તો શોધી કાઢશે અને ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી મુશ્કેલી ખતમ થઈ જશે.HS