અમરેલીના બાઢડામાં ટ્રક રોડ પરથી ઉતર્યો, સૂતેલા શ્રમિકોમાંથી 8 ના મોત
બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી. અકસ્માત સર્જનાર ચાલકને પોલીસે પકડી પાડ્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે એક દુર્ઘટના બની છે જેમાં 8 લોકોના મોત થયા છે. બાઢડા ગામની નજીકના ઝૂપડીમાં સૂતેલા લોકોને કચડી દીધા હતા. અનેક લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ સમયે મચેલી બૂમોથી હાહાકાર મચી ગયો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
મળતી માહિતી અનુસાર ટ્રક ચાલકે પોતાની ગાડીના સ્ટિયરિંગ પર નિયંત્રણ ગુમાવ્યું અને અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા 108ની ટીમ અને એમ્બ્યુલન્સે બચાવ કામગીરી શરૂ કરી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાથી શોક અને અને ઊંડા આઘાતની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દરેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને સૂચનાઓ પણ અપાઈ છે.
મામલતદારશ્રી દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ બગસરા પંથકના આ શ્રમિકો રોજગારી માટે બાઢડા નજીક રહેતા હતા તેઓ આ ગંભીર દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. જેમાં ૮ વ્યકિતઓના ઘટનાસ્થળે મોત થયા છે ને જયારે અન્ય ૨ બાળકો ઇજાગ્રસ્ત થતા અમરેલી રીફર કરવામાં આવ્યા છે. જયારે અકસ્માત સર્જનાર ચાલકને પોલીસે પકડી પાડ્યો હોવાનું મામલતદાર દેસાઈએ જણાવ્યું હતું.
બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી.
રાજકોટ તરફથી ટ્રકની ક્રેઇન જાફરાબાદ તરફ જતી હતી તે વખતે બાઢડા નજીક ઝૂંપડામાં સુતેલા નિદ્રાધીન પરિવાર પર ટ્રક ચડી જતાં લાશોનો ઢગલો થયો હતો. ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને 108 મારફતે મૃતકો અને ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે અને પી.એમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ટ્રકે ઝૂંપડીમાં સૂતેલા લોકો પર મોડી રાતે 3 વાગે કહેર વર્તાવ્યો, પોલીસને જાણ થતાં તેઓ પહોંચ્યા. ઘાયલ લોકોને સારવાર માટે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 4 લોકોની અહીં સારવાર ચાલી રહી છે.
મૃતકના સગા મેરુભાઈએ હતું કે, અમારો 10 સભ્યોનો પરિવાર હતો, જેમાંથી 8 મેં ગુમાવી દીધા છે. જ્યારે બે સભ્યો હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. રાત્રે 1 વાગે સુતા કેમ કે દશામાનુ વ્રત હતુ. રાત્રે બધાએ આરતી પૂજા કરી ઘડીક આરામ કરવા સૂઈ ગયા હતા.
મૃતકોની યાદીઃ
(૧) પુજાબેન હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૦૮, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૨) લક્ષ્મીબેન હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૩૦, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૩) શુકનબેન હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૧૩, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૪) હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૫) નરશીભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.૬૦, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૬) નવઘણભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.૬૫, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૭) વિરમભાઇ છગનભાઇ રાઠોડ, ઉ.વ.૩૫, રહે.બગસરા જેતપુર રોડ, જી.અમરેલી
(૮) લાલાભાઇ ઉર્ફે દાદુભાઇ ડાયાભાઇ રાઠોડ, ઉ.વ.૨૦, રહે.બગસરા, જી.અમરેલી