અમરેલીમાં મુસ્લિમ પરિવારે હિન્દુ યુવતીનું કન્યાદાન કર્યું
અમરેલી, વીરભૂમિ સૌરાષ્ટ્રના સપૂત એવા અમરેલી જીલ્લાના બાબરા ગામના યુનુસભાઈ ચુડેસરા કે તેઓની બાજુમાં વિધિના વક્રતાનો શિકાર બનેલા ૬ (છ) સભ્યોનો હિન્દુ (મોચી) પરિવાર રહેતો કરતો હતો. જેમાં માં તથા એક દીકરો તેમજ એક દીકરી જે ૬ (છ) સભ્યો પૈકીમાં કાકા દાદા તથા ભાઈ અર્ધ મેન્ટલી માનસિક સંતુલન ગુમાવી બેઠ્યા હતા.
જેમાં દીકરી યુવાનીના ઉંબરે પગ માંડતા બાજુમાં મુસ્લિમ પરિવાર યુનુસભાઈ ચુડેસરા તેમજ તેમના પત્નીને દીકરીની ચિંતા સતાવવા લાગેલી કે હાલ જમાનો ખુબજ ખરાબ હોય આ દીકરીનું શુ થશે? ત્યારે યુનુસભાઈ ચુડેસરાના ધર્મપત્નીએ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહ્યું કે આ દીકરીને આપણે પાલક માં-બાપ બનીને તેમના હિન્દુ (મોચી) સમાજમાં કોઈ સારો છોકરો ગોતીને આ દીકરીને પરણાવી ઘરે બારે કરી દઈએ.
અન્યથા જાે કોઈ ઉચનીચ જેવી ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે તેમજ આપણે આપણી પોતાની જાતને જીવન ભર માફ નહિ કરી શકીએ. પોતાની ઘરવાળી ના આવા ઉમદા અને સારા વિચારથી યુનુસભાઈ ચુડેસરામાં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયો હતો. અને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવાનુ મન બનાવી લીધુ.